જૂનાગઢ જીલ્લાનાં સીંગદાણાનાં પ૦૦થી વધારે કારખાનાઓ બંધને પગલે અનેક પરિવારો બેકારીનાં ખપ્પરમાં

ગત વર્ષે ચોમાસું જૂનાગઢ જીલ્લામાં નબળું હોય અને જેની અસર લગભગ તમામ વેપાર-ધંધા ઉપર પડી રહી છે. મગફળીનું ઉત્પાદન જાઈએ તેવું થયું ન હતું તેમજ ખેડુતોને તેનાં પોષણક્ષમ ભાવો મળવામાં પણ ખુબ જ લાચારીનાં દિવસો જાવા મળ્યાં હતાં ટેકાનાં ભાવે મગફળી ખરીદવાનાં સરકારી ફતવામાં અનેક કૌભાંડો ઉઠવા પામ્યાં હતા અને ખેડુતોમાં પણ તીવ્ર આક્રોશ જાવા મળી રહ્યો છે ત્યારે હાલ જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો સીંગદાણાનાં પ૦૦ થી વધારે કારખાનાઓ બંધ હાલતમાં પડયાં છે અને જેને લઈને આ કારખાનામાં કામગીરી કરી અને રોજીરોટી રળી ખાતાં અનેક પરિવારો બેકારીનાં ખપ્પરમાં હોમાયાં છે. ગુજરાત રાજયમાં જૂનાગઢ જીલ્લો મગફળી ઉત્પાદનમાં મોખરે છે. પરિણામે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પ૦૦થી વધુ સીંગદાણાનાં કારખાના સ્થપાયેલા પણ સરકારની નડતરરૂપ પોલીસી અને આફ્રિકન દેશો સાથેની સ્પર્ધામાં ટકી ન શકતા પ૦૦ સીંગદાણાનાં કારખાના બંધ થઈ ગયા છે. માત્ર ર૦ થી રપ કારખાના જે જુના છે તે જ ચાલે છે તેથી હજારો પરિવાર બેકાર બની ગયા છે. જૂનાગઢ મહાનગરમાં ૧૩૦, કેશોદમાં ૧પ૦, માળીયા, મેંદરડા, વિસાવદર, ભેંસાણ, બાંટવા સહિત જીલ્લામાં પરપ જેટલાં સીંગદાણાનાં કારખાના આવેલ છે. આ કારખાનાઓમાં મગફળી ફોલી સીંગદાણા બનાવાય છે. તે દેશ-વિદેશમાં મોકલવામાં આવતા હતા. પરંતુ પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાં ખેડુતો મગફળી પકવતા થતા ત્યાં આવા એકમો ઉભા થતા આ રાજયોની ખરીદી બંધ થઈ ગઈ છે. તેમજ એકસપોર્ટમાં માંગ નથી અને સરકારની એકસપોર્ટ પોલીસી નડતરરૂપ હોવાથી મોટાભાગનાં કારખાનેદારો તેને ફોલોઅપ કરી શકે તેમ નથી. પરિણામે નાના એકમોને તાળા મારવામાં આવ્યા છે. આવા એકમો ઉત્પાદન કરે તો પણ તેઓ પાસે વેચાણનું બજાર નથી. આ અંગે જૂનાગઢનાં એક સીંગદાણા ઉત્પાદકે જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં ૧૩૦ કારખાનામાંથી માત્ર ર૦ થી રપ એકમો ચાલુ છે. જે જુના છે અને એકસપોર્ટ કરે છે તેઓ પાસે જુના ગ્રાહકો છે પણ એકસપોર્ટમાં માંગ ન હોવાથી ૩૦ ટકા જ ધંધો છે. આ માટે સરકારની પોલીસી નડતરરૂપ છે તે નવા એકમોના સંચાલકો પરિપૂર્ણ કરી શકે તેમ નથી. પડોશી રાજયોમાં આવા એકમો સ્થપાતા ત્યાંની માંગ બંધ થઈ છે. પરિણામે જૂનાગઢનાં એકસોથી વધુ અને જીલ્લામાં પ૦૦થી વધુ કારખાના બંધ થઈ ગયા છે. આ વ્યવસાયનું ભવિષ્ય પણ અંધકારમય છે. સિવાય કે કેન્દ્ર સરકાર એકસપોર્ટ સીંગદાણા નિકાસ કરવાની પોલીસી સરળ બનાવે ? સીંગદાણાના એક એકમમાં ૪૦ પરિવારો રોજી રોટી મેળવે છે. પણ મોટા ભાગનાં કારખાના બંધ થઈ જતા આ વ્યવસાય સાથે સંકળાયેલા મજુરો, ટ્રાન્સપોર્ટરો મળી હજારો પરિવારો બેકાર બની ગયા છે. આ Âસ્થતિમાં સીંગદાણાના કારખાનાઓનું ભાવિ ધુંધળું છે અને કારખાનાઓમાં મશીનરી ધુળ ખાઈ રહી છે.

Leave A Reply