જૂનાગઢ કોંગ્રેસનું એક જુથ ભાજપમાં ભળે તેવી ચર્ચાએ જોર પકડ્યું

જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. કોંગ્રેસનાં ર ગૃપ પડી ગયા છે. જેમનાં દ્વારા વારંવાર અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. દરમ્યાન એક વખત તો કેટલાક જૂના કોંગ્રેસીઓએ રાજીનામા પણ ધરી દિધા હતાં. વિખવાદ ચરમસીમાએ પહોંચ્યા બાદ હવે આર યા પાર કરવાની નોબત આવી હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે. ખાસ તો કોંગ્રેસનાં સંગઠન તથા જૂનાગઢ મનપાનાં કોર્પોરેટરો વચ્ચે લાંબા સમયની નારાજગી બાદ હવે કોંગ્રેસનું એક જુથ ભાજપમાં ભળવા માટે થનગની રહ્યું હોવાની ચર્ચા પણ વહેતી થઈ છે. જા કે આ મામલે હાલ તો કોંગ્રેસીઓ નનૈયો ભણી રહ્યાં છે. પરંતુ ગામે મોઢે ગરણું બાંધે કોણ? મોટાભાગનાં લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે આજે વંથલીમાં યોજાનાર ભાજપનાં સંમેલનમાં ઉપÂસ્થત રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનાં હસ્તે કેટલાક સભ્યો કેસરીયો ખેસ ધારણ કરશે. કોર્પોરેશનમાં થતી ચર્ચા મુજબ લોકસભાની ચુંટણી બાદ થનાર કોર્પોરેશનની ચુંટણી બાદ મેયર પદ, ડેપ્યુટી મેયર પદ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનનું પદ મેળવવા માટેનાં આ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આગામી કોર્પોરેશનમાં અઢી વર્ષ સુધી મેયરપદ બક્ષીપંચના માટે અનામત છે. ત્યારબાદનાં અઢી વર્ષ સુધી અનુજાતિનાં માટે અનામત છે. ત્યારે આ મેયરપદની હોડ માટે કોંગ્રેસમાંથી કુદકો મારી ભાજપમાં ભળી જઈ ભગવો ધારણ કરે તેવી ચર્ચા થઈ રહી છે. હાલ તો કોંગ્રેસનાં એક દિગ્ગજ નેતા તેમનાં કેટલાક કોર્પોરેટરનાં જુથ સાથે ભાજપમાં જાડાશે તેવું જણાઈ રહ્યું છે.
જો કે જો આ સમીકરણ રચાશે તો કોંગ્રેસ કડકભૂસ થઈને ગબડી પડશે. જૂનાગઢમાં કોંગ્રેસનાં બાદમાં કોઈ પ્રભાવશાળી નેતા જ નહીં રહે જેથી કોંગ્રેસ માટે કોર્પોરેશનની ચુંટણી જીતવી લોઢાનાં ચણા ચાવવા સમાન સાબિત થશે. જા કે આ હજુ જા અને તો ની વચ્ચે મામલો અટક્યો છે. ત્યારે હવે આજ સાંજ સુધીમાં અહેવાલો બહાર આવનાર છે કે ચર્ચા સાચી હતી કે માત્ર અફવા ?

Leave A Reply