મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વંથલી ખાતે કાર્યકતા સંમેલનને સંબોધશે

લોકસભા અને વિધાનસભાની પેટા ચુંટણીઓનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં રાજકીય રીતે ગતિવિધી અત્યંત તેજ બની ગઈ છે. લોકસભાની ચુંટણીનું રણશીગું કે ચુંટણી પ્રસારની શરૂઆત થતી હોય અને આ સાથે જ માણાવદર વિધાનસભાની પેટા ચુંટણીની તૈયારીને પણ શરૂ કરી દેવામાં આવતી હોય તેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપÂસ્થતિમાં વંથલીનાં ગુરૂકુળ ખાતે આજે ભાજપનું એક કાર્યકતા સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આગામી તા.ર૩ એપ્રિલનાં ગુજરાતમાં લોકસભાની ચુંટણીનો તબક્કો યોજાઈ રહ્યો છે ત્યારે એક તરફ લોકસભાની ચુંટણી માટેનાં ઢોલ ઢબુકી ચુક્યાં છે તો બીજી તરફ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવનારા અને મંત્રી પદે નિયુÂક્ત થયેલાં કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ભાજપમાં પ્રવેશ સાથે તેમની ખાલી પડેલી માણાવદર વિધાનસભાની પેટા ચુંટણી પણ યોજાનાર છે ત્યારે તેની પણ તૈયારી પુર
જોર થી હાથ ધરવામાં આવી છે. આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપÂસ્થત રહેનાર છે અને વંથલી ખાતે આવેલાં ગુરૂકુળમાં એક વિશાળ કાર્યકતા સંમેલનને સંબોધનાર છે. આજે બપોરનાં ૪ કલાકે યોજાનારા આ સંમેલનની તૈયારીને કાર્યકતાઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનાં વિશાળ કોંગી સમર્થકો તેમજ ટેકેદારો પણ મુખ્યમંત્રીની ઉપÂસ્થતીમાં કેસરીયો ખેસ ધારણ કરનાર હોય જેથી તેને આવકારવાનો પણ એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. માણાવદર વિધાનસભાની બેઠક તેમજ લોકસભાની જૂનાગઢની બેઠક માટે પણ આ સાથે જ ગતિવિધી તેજ બની ગઈ છે. ગત વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે જવાહરભાઈ ચાવડા વિજેતા બન્યાં હતાં. જ્યારે આ વખતે તેઓને ભાજપમાં પ્રવેશ સાથે ભાજપ તરફથી માણાવદર વિધાનસભાની ટિકીટ પણ ફાળવી દેવામાં આવી છે ત્યારે આ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર તરીકે મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા ચુંટણી લડી રહ્યાં છે અને એવાં સંજાગોમાંજ આજે વંથલી ગુરૂકુળ ખાતે યોજાઈ રહેલ સંમેલન ઉપર સંબંધિત તમામની મીટ મંડાયેલી છે.

Leave A Reply