જૂનાગઢ મહાનગરપાલીકા કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ભાજપ સાથે જોડાશે નહી : વિરોધપક્ષના નેતા કેપ્ટન સતીશચંદ્ર વિરડા

કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ભાજપમાં જોડાતા નથી અને આગામી લોકસભાની ચુંટણીમાં પુરજોશથી કોંગ્રેસના કાર્યકર્તાઓ લડી લેવાના મુડમાં છે અને આવતીકાલે એટલે કે તા.ર૭-૩-ર૦૧૯ના એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં ભળી રહ્યાની ચર્ચાઓની સ્પષ્ટતા જૂનાગઢ મહાનગરપાલીકાના વીરોધપક્ષના નેતા કેપ્ટન સતીશચંદ્ર વિરડાએ એક નિવેદન દ્વારા કરતા આ તમામ ચર્ચાઓ અને અટકળોનો અંત આવ્યો છે.
આગામી લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ચુંટણી અંગેનો ગરમાવો વ્યાપક બની રહ્યો છે અને દાવાઓ સતત થઈ રહ્યા છે તેવા સંજોગોમાં એક અફવાએ જોર પકડયું હતુંકે જૂનાગઢ મહાનગરપાલીકાના કોંગ્રેસના કોર્પોરેટર તેમજ કોંગ્રેસનું એક જૂથ ભાજપમાં ભળે તેવી ચર્ચાઓ જોરશોરથી થઈ રહી હતી પરંતુ આ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે જૂનાગઢ મહાનગરપાલીકા વિરોધપક્ષના નેતા કેપ્ટન સતીશચંદ્ર વિરડાએ એક અખબાર જોગ નિવેદનમાં જણાવેલ છે કે આવતીકાલ તા.ર૭-૩-ર૦૧૯ બુધવારના રોજ બપોરે ૧ર કલાકે કોંગ્રેસ ભવન જૂનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે એટલું જ નહી કોંગ્રેસ જૂથના આઠથી નવ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ રહ્યાની વાતને સ્પષ્ટ નકારી કાઢી હતી અને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર ભાજપમાં જોડાયો નથી અને આવતીકાલે યોજાનારી પ્રેસ કોન્ફરન્સ આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને યોજાઈ રહી છે આ પ્રેસ કોન્ફરન્સમાં જૂનાગઢ લોકસભાની બેઠકના પ્રભારી મહંમદભાઈ હુસેનભાઈ બ્લોચ ખાસ ઉપસ્થીત રહેશે. તેમ યાદીમાં જણાવેલ છે.

Leave A Reply