માત્ર ત્રણ મિનીટમાં અંતરિક્ષમાં સેટેલાઈટને મિસાઈલથી ફુંકી માર્યુ

આજે બપોરે ૧ર.રપ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજાગ સંબોધન કરતા એક ખુબજ મહત્વની જાહેરાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે તા. ર૭ માર્ચે ભારતે એક મહાન
સિદ્ધિ પ્રાપ્ત થઈ કરી છે. આ પહેલા માત્ર ત્રણ દેશો અમેરીકા, રશિયા અને ચીને જ આ સિÂધ્ધ પ્રાપ્ત કરી હતી જયારેઆ અભૂતપૂર્વ
સિદ્ધિ પ્રાપ્ત કરનારો ભારત ચોથો દેશ બન્યો છે. ભારતે અંતરીક્ષ મહાશકિતમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આમ ભારતે આજે એક મહાન અભૂતપૂર્વ
સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માત્ર ત્રણ મીનીટમાં જ ‘મિશન શકિત’ પાર પાડવામાં આવ્યું છે. જેમાં ભારતે અવકાશમાં જ એક લાઈવ ઉપગ્રહને તોડી પાડવામાં સફળતા મળી છે. જે કાર્યવાહી માત્ર ત્રણ મીનીટમાં પુર્ણ કરવામાં આવી છે. આ
સિદ્ધિ એન્ટી સેટેલાઈટ
છ-જટ્ઠં મિસાઈલ દ્વારા પ્રાપ્ત કરી છે. આપણા વૈજ્ઞાનિકોએ ખૂબજ અપ્રતિમ
સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે તમામ ભારતવાસીઓ માટે ગર્વની ઘડી છે.
દેશ માટે આજે સૌથી વધુ ગર્વનો દિવસ છે. મિશન શકિતની સફળતા અસાધારણ છે. ભારતે લિયોમાં લાઈવ સેટેલાઈટને તોડી પાડયું હતું. આપણે જે નવી ક્ષમતા પ્રાપ્ત કરી છે તે કોઈની વિરૂધ્ધમાં નથી તેવું વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતની આ રક્ષાત્મક પહેલ છે, આજનું આ પરીક્ષણ કોઈપણ રીતે આંતરરાષ્ટ્રીય કાનૂન કે સંધિ સંરક્ષણનું ઉલ્લંઘન નથી કરતું. આ ટેકનોલોજીનો ઉપયોગ શાંતિ બનાવી રાખવાનો છે. વડાપ્રધાને ભારપૂર્વક કહયું કે, અંતરિક્ષ ‘મિશન શકિત’ એક ખુબજ કઠિન ઓપરેશન હતું. મને આપણા લોકો, આપણા વૈજ્ઞાનિકોનાં સામર્થ્ય, શકિત અને સમર્પણ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. દેશને ભવિષ્યનાં પડકારો માટે અને શકિતશાળી સમૃધ્ધ સુરક્ષિત ભારત બનાવવાનો આપણો મકસદ છે. એ જરૂરી છે કે આપણે સતત આગળ વધીએ અને ભવિષ્યનાં પડકારોનો સામનો કરવા તૈયાર રહીએ. આ ઉપલબ્ધીનો આપણો હેતું શાંતિ બનાવી રાખવાનો છે, યુધ્ધનો નહી તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. વડાપ્રધાને વધુમાં કહયું કે, હું આજે વિશ્વ સમુદાયને એ સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ભારતની આ ઉપલબ્ધી કોઈપણ દેશની વિરૂધ્ધમાં નથી. માત્ર શાંતિનો હેતુ છે.

Leave A Reply