કોંગ્રેસનાં જૂનાગઢ મનપાનાં કોઈ કોર્પોરેટર, ભાજપમાં જોડાયા નથી અને જોડાશે પણ નહિં : કેપ્ટન સતિષચંદ્ર વિરડા

જૂનાગઢ મહાનગર પાલિકનાં કોંગ્રેસનાં કોર્પોરેટરો તેમજ કોંગ્રેસનાં કાર્યકતાઓ કોઈપણ ભાજપમાં જોડાયા નથી અને જોડાશે પણ નહીં તેવી સ્પષ્ટતા સાથે આજે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાનગરપાલિકાનાં વિરોધપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ કરી હતી અને આ સાથે જ લોકસભાની ચુંટણી અંગેની તૈયારી શરૂ કરવામાં આવી છે.
ગઈકાલે એવી અફવા અને ચર્ચાએ જોર પકડ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની
ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગરપાલિકાનાં કોગ્રેસપક્ષનાં કોર્પોરેટરો ભાજપમાં જોડાવાનાં છે તેવી શક્યતાઓને લઈને જૂનાગઢ શહેરમાં ત્રણ દિવસથી અનેક ચર્ચાઓ ઉઠી હતી. પરંતુ ગઈકાલે કોઈ પણ કોર્પોરેટરો ભાજપ સાથે જાડાયા નથી તેવી સ્પષ્ટતા સાથે આજે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વિરોધપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કોંગ્રેસપક્ષનાં પદાધિકારીઓ પણ
ઉપસ્થિત રહ્યાં હતાં અને આ પત્રકાર પરિષદમાં લોકસભાનાં પ્રભારી મહમદભાઈ હુસેનભાઈ બ્લોચ પણ ખાસ
ઉપસ્થિત રહ્યાં હતાં આ તકે કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની જૂનાગઢની બેઠક ઉપર પક્ષ જે કોઈ ઉમેદવારની પસંદગી કરે તેને વિજય બનાવવાની નેમ પણ વ્યકત કરી હતી.
છેલ્લે… છેલ્લે…
જૂનાગઢ શહેર ભાજપનાં હોદેદારો અને કોર્પોરેટરનો વિરોધ જોઈને રાજય ભાજપ સંગઠને મહાનગરપાલિકાની ચુંટણી પહેલા કોઈ ફેરફાર નહી કરવાનું મન બનાવતાં શહેરનાં કોંગ્રેસનાં કાર્યકરોનો ભાજપ જૂનાગઢમાં પ્રવેશનો મુદો અટકી પડયો હતો તેમ ભાજપનાં વર્તુળોમાં ચર્ચાઈ રહયું
છે.

Leave A Reply