જૂનાગઢમાં જાંબાઝ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન

જૂનાગઢ શહેરમાં બુધવારે સરાજાહેર એક યુવાનની હત્યા કરવાનાં બનાવનાં આરોપીઓને ગણતરીની સેકન્ડોમાં જ જીવનાં જોખમે ઝડપી લેનારા પોલીસ વિભાગનાં અધિકારી-કર્મચારીઓનાં સન્માનનો કાર્યક્રમ જૂનાગઢ શહેરની વિવિધ સંસ્થા દ્વારા ગઈકાલે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રોયલ પાર્ક સોસાયટીનાં ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ૧પ થી વધારે સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવેલ હતું.
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા તેમજ લોકો નિર્ભય રીતે રહી શકે તે માટેનાં તકેદારીનાં પગલાં જૂનાગઢનાં કાબીલ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે. આ દરમ્યાન બુધવારે સરાજાહેર એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામેલ હતો. આ હત્યાનાં ત્રણ આરોપીઓને માત્ર પંદર મિનીટમાં જ પોલીસે ઝડપી લીધા હતા. એલસીબીનાં પીઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઈ એન.બી.ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ ડાભી, ડાયાભાઈ કરમટા, ધર્મેશભાઈ વાઢેર, પ્રવિણભાઈ બાબરીયા વગેરેએ એક પણ ક્ષણનો સમય ગુમાવ્યાં વગર ક્રાઈમ બ્રાન્ચ એલસીબી ઓફીસની સામે જ બનેલાં હત્યાનાં બનાવનાં પગલે સ્થળ ઉપર ઘસી ગયા હતા અને આરોપીને જીવ સટોસટની કામગીરી કરી અને ઝડપી લીધા હતા. જૂનાગઢ શહેરમાં હત્યા જેવા ગંભીર ગુનામાં ત્વરીત કામગીરી કરી અને આરોપીને ઝડપી લેવાની પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓનો સન્માન કરવાનો એક કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો. આ તકે રોયલ પાર્ક સોસાયટી, શ્રી સહિંતા મહિલા મંડળનાં પ્રમુખ શ્રીમતી વિણાબેન પંડયા, શ્રી ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ, ઈનર વ્હીલ કલબ ઓફ જૂનાગઢ, બ્રહ્મ સમાજ મહિલા મંડળ, વાલ્મીકી સમાજ સફાઈ કામદાર યુનિયન, સોની સમાજ, રઘુવીર સેના, વિશ્વ હિન્દુ પરિષદ, આર્ય સમાજ, જનમત ગૃપ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ૧૮ થી વધુ સંસ્થાઓ દ્વારા જાંબાઝ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને શાલ ઓઢાડી-પ્રશિસ્તપત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ કલબનાં પારસભાઈ પાનસુરીયા તેમજ મનોજભાઈ પોપટ, અમિતભાઈ ચરાડવા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ગઈકાલે યોજાયેલા સન્માનનાં આ કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ એલસીબી બ્રાન્ચ એ-બી-સી ડીવીઝનનાં અધિકારીગણ
ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave A Reply