Thursday, May 28

સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ માધવપુરનો લોકમેળાનો ૧૪ એપ્રિલથી થશે પ્રારંભ

સૌરાષ્ટ્રનાં મુખ્ય ત્રણ મેળા. તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં દર વર્ષે યોજાતાં માધવપુર મેળાનું અતિ મહત્વ છે. સોરઠની સંસ્કૃતિ, સમૃધ્ધ અને સાધુતાં જ્યાં છલકે છે તેવા પુરાણ પ્રસિધ્ધ માધવપુર (ઘેડ)નો મેળો આગામી
તા.૧૪-૪-ર૦૧૯ થી તા.૧૮-૪-ર૦૧૯ એમ પાંચ દિવસ સુધી યોજવામાં આવનાર છે ત્યારે માધવપુરનાં માંડવે જ્યાં પરણે રાણી રૂકમણી ભગવાન માધવરાયનાં વિવાહ પ્રસંગને માણવા માટે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. દાયકાઓથી રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસ સુધી આ મેળો યોજાય છે અને હૈયે હૈયું દળાઈ તેટલી માનવ મેદની ઉમટી પડે છે. પોરબંદર અને માંગરોળ અરબી સમુદ્ર કાંઠે આવેલ માધવપુર (ઘેડ)માં પુરાણ પ્રસિધ્ધ માધવપુર (ઘેડ)નો લોકમેળો ચૈત્ર સુદ-નોમથી તેરસ સુધી યોજવામાં આવી રહેલ છે. ભગવાનશ્રી રામનાં પ્રાગટયદિને શરૂ થતાં આ લોકમેળાનું આગવું અને અનેરૂં મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનાં લગ્નની વાતો હજારો વર્ષ પછી પણ હૈયામાં સઘરીને બેઠેલું માધવપુર સૌરાષ્ટ્રનાં નેઋત્ય કોણમાં માંગરોળથી વાયવ્યે ૧૮ માઈલ અને કેશોદ સ્ટેશનથી અÂગ્ન ખુણામાં ૩૬ માઈલનાં અંતરે આવેલું ઐતિહાસીક નગર છે. અહીં યુગ પુરૂષ, લોકજીવનનાં આરાધ્ય દેવ અને સાડા ત્રણ હજાર વર્ષ પછી પણ જનહૈયામાં ધબકી રહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અરબી સમુદ્રનાં કાંઠે માધવરાયજી સ્વરૂપે મંદિરમાં બિરાજે છે અને અફાટ સાગર તેમનાં પગ પખાળે છે. આવા માધવપુરનાં મેળાને માણવા માટે પોરબંદર અને આસપાસનાં ઘેડ પંથકનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
દર વર્ષે યોજાતાં માધવપુરનાં લોકમેળાની તૈયારી હાલ પુરજોશથી ચાલી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્નોત્સવની કંકોત્રી તા.ર૧-૩-ર૦૧૯નાં હર્ષોલ્લાસ સાથે લખવામાં આવી હતી અને હાલો માધવપુરનાં મેળેની હાંકલ પડી હતી. કંકોત્રી લખાયા બાદ માધવપુર (ઘેડ) તેમજ આસપાસનાં સમસ્ત ગામનાં લોકો રૂક્ષ્મણીનાં વિવાહની તૈયારીમાં પડી ગયા છે. વિશેષમાં કંકોત્રી લખવા શ્રી કૃષ્ણ પ્રભુ રવાડીમાં નીજ મંદિરેથી મધુવનમાં જવા અને ફુલડોલ ઉત્સવ ઉજવવા નીકળ્યાં હતા અને કિર્તનકારોએ કિર્તનની ભારે રમઝટ બોલાવી હતી. ભગવાન શ્રી રામનાં પ્રાગટયદિન રામનવમીનાં પવિત્ર દિવસે મંડપારોપણ થાય છે. ભગવાન શ્રી માધવરાયજી ત્રિકમરાયજીનાં મંદિરેથી પહેલાં ફુલેકાનો પ્રારંભ રાત્રીનાં ૯ કલાકે થાય છે અને ચૈત્ર સુદ-૧ર વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે. જેમાં માધવપુરની નજીકનાં કડછ ગામનાં કડછા મહેર ધર્મનાં ઝંડા સાથે શણગારેલાં ઉંટ અને ઘોડા ઉપર સવાર થઈ રૂક્ષમણીજીનું મામેરૂં લઈને આવે છે ત્યારે જ ભરમેળો ગણાય છે. માધવપુરમાં આવેલાં મહાપ્રભુજીની બેઠકનાં સાનિધ્યમાં રૂક્ષ્મણીનાં માવતર પક્ષની જગ્યા રૂક્ષ્મણીમઠથી બપોરે ૧ર કલાકે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે ત્યારબાદ સાંજનાં ચાર કલાકે નિજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણની જાનનું પ્રયાણ થાય છે. શ્રી કૃષ્ણ વરરાજા બને છે, રૂપેણવનમાં જાનનું આગમન થાય છે. વેવાઈઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે. હિન્દુ સમાજમાં થતી લગ્નવિધી મુજબ કન્યાદાન દેવાય છે, મંગળફેરા ફરે છે. શા†ોકત વિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી સાથે અÂગ્નની સાક્ષીએ લગ્નગ્રંથીથી જાડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે. લગ્નવિધી પુરી થયા બાદ જાન આખી રાત રૂપેણવનમાં રોકાય છે. ચૈત્ર સુદ તેરસને દિવસે સવારે જાન વિદાય પ્રસંગ આવે છે અને શ્રીકૃષ્ણ વાજતે-ગાજતે પરણીને બપોરનાં ૩ કલાકે નીજ મંદિરમાં પધારે છે તે સાથે માધવપુરનાં મેળાની પુર્ણાહુતિ થાય છે. વિશેષમાં માધવપુરનાં મધુવનમાં શ્રી રામદેવજી મંદિરનાં સાંનિધ્યમાં વિશાળ મેદાનમાં અદ્યતન સુવિધાયુકત કોળી સમાજની વાડી આવે છે અને મેળા દરમ્યાન પ્રતિવર્ષ ગ્રામ્ય પંથકમાંથી આવતી જનતા માટે નાત-જાતનાં ભેદભાવ વગર કોળી સમાજની વંડીમાં ભોજન-આવાસની વ્યવસ્થા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. વધુમાં સાગરકાંઠાની ઉંચાઈએ માધવરાયનું મંદિર છે. ત્યાંથી મધુવન ભણી જતાં શ્રી રામદેવપીરનું નુતન મંદિર બંધાયેલું છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠક છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ રૂક્ષ્મણીમાં આવેલા કંર્દમકુંડ ઉપર શ્રીમદ્‌ ભાગવત પારાયણ તેમજ વ્યાખ્યાન કર્યું હતું. જ્યાં પરંપરાથી એમની ભારત વર્ષની ૮૪ બેઠકોમાંની ૬૬મી બેઠક માધવપુરમાં છે. મહાપ્રભુજીની બેઠક નજીક રૂક્ષ્મણી શ્રીકૃષ્ણ લગ્ન માટેની ચોરી છે અને મહીયારૂ છે.
પ્રાચીન મંદિરને અડીને જ નવું મંદિર છે. માધવરાયજીનું આ નવું મંદિર
આભાર – નિહારીકા રવિયા સતરમી સદીમાં પોરબંદરનાં રાણા વિક્રમાતજી અને રૂપાળીબાએ બંધાવ્યું હોવાનું મનાય છે. નવા મંદિરમાં જુના મંદિરની પ્રતિમાઓનું જ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં બહારવટીયા મુળુ માણેક અને જાધા માણેક અહીં આવીને પ્રાચીન મંદિર ઉપર ધ્વજારોહણ પણ કર્યાની લોકવાયકા પ્રચલીત છે. મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા પ્રતિવર્ષ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનું સફળ આયોજન કરાય છે.

Leave A Reply