Sunday, April 21

ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પડાયેલા ચૂંટણી ઘોષણાપત્ર ની ગુજરાતી આવૃત્તિનું મુખ્યમંત્રી એ વિમોચન કર્યું.

Want create site? Find Free WordPress Themes and plugins.

ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પડાયેલા ચૂંટણી ઘોષણાપત્ર ની ગુજરાતી આવૃત્તિનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિમોચન કર્યું હતું આ તબક્કે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશની 130 કરોડ ભારતીય નું નવુ ભારત રજા હોય તેવું ઘોષણા પત્ર તૈયાર કરી છે ભાજપે જાહેર કરેલા ઘોષણાપત્રમાં 2014 થી 2019 દરમિયાન ઉચ્ચ શિખરો પ્રાપ્ત કર્યા છે અને હજુ આગામી ભાવિ આયોજનો થકી નવા આયામો સર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ તબક્કે વિપક્ષી કોંગ્રેસને આડે હાથ લેતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે જે કામ કોંગ્રેસે 60 વર્ષમાં કર્યું નથી એ કામ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ફક્ત 60 મહિના એટલે કે પાંચ વર્ષમાં પૂર્ણ કરી બતાવ્યું છે. સાથે સાથે દરેક ક્ષેત્રમાં આજે ઐતિહાસિક ભોચ થઈ રહી છે જેને સમગ્ર દેશ શું કરે છે એટલું જ નહીં કેટલાક અલગ-અલગ સરવે અને રિપોર્ટમાં પણ ભારતની પ્રગતિ દર્શાવી હોવાનો સ્વીકાર કર્યો હતો આ અંગે વધુ પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા ની નેમ ધારણ કરી છે ત્યારે આ ચૂંટણીઢંઢેરામાં પણ અમારી પાર્ટીએ લોકોના મનની વાત મંતવ્યો અને સૂચનો મેળવીને તેના આધારે જ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તમને ચૂંટણી ઢંઢેરા ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની તલસ્પર્શી માહિતી આપી હતી સાથે સાથે ગરીબો માટેની આવાસ યોજના આરોગ્યલક્ષી યોજનાઓ તેમજ 370ની કલમ દૂર કરવાની અને રામ મંદિર બનાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી સાથે સાથે લશ્કરનું મોરલ વધે અને બોર્ડર ઉપર ઘૂસણખોરી અટકાવવા અંગેના વિચારો પણ ચૂંટણીઢંઢેરામાં વ્યક્ત કર્યા હતા આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ એક પણ ગરીબ પરિવાર  ઘર વિહોણું રહેશે નહીં જ્યારે ખેડૂતોના પ્રશ્ને વિજયભાઈ સ્પષ્ટતા કરી હતી કે ભાજપ સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેની ઉપર જ આવે તે માટે પ્રયત્નશીલ છે જ જ્યારે મારી સરકારે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 8.50 કરોડ ના ટેકા ના ભાવ ની ખરીદી કરી છે ગત વર્ષે વિવિધ પાકો ની દસ લાખ ટન જેટલી ખરીદી કરી હતી સાથે સાથે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સહાય પણ અપાય છે આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી સિંચાઇનું આયોજનબદ્ધ પાણી પૂરું પાડવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું.આ તબક્કે સૌરાષ્ટ્ર કોંગ્રેસ ના 3 ધારાસભ્યો ના  ધરણા અંગે પૂછેલા પ્રશ્નના માં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ધરણા ઉપર બેઠેલા ધારાસભ્યોની આ પોલિટિકલ ડ્રામા બાજી છે અત્યારે સુધી ખેડૂતોને યાદ નહીં કરનારા ધારાસભ્યોને ચૂંટણી સમયે જ કેમ આ મુદ્દો ઉપાડ્યો તે સમજાતું નથી જોકે કોંગ્રેસ હવે પ્રજાપતિ જઈ શકે તેવી સ્થિતિમાં નથી તો બીજી તરફ પ્રજાનો રિસ્પોન્સ પણ કોંગ્રેસને નથી મળતો માટે ધરણા કરી મીડિયા માં આવવા માટે નાટકબાજી કરતા હોવાનો આક્ષેપ વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો જ્યારે પાક વીમા યોજના અંગે માહિતી આપતા વિજયભાઇએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પૂરતા તાલુકાઓમાં વીમા મળી ગયા છે એટલું જ નહિં ખેડૂતોને 2600 કરોડ નો હાઈએસ્ટ વીમો સમગ્ર ગુજરાતમાં અપાઇ ચૂકયો છે આ ઉપરાંત અમારી સરકારે રૂપિયા ચૌદસો કરોડનું પ્રીમિયમ ભર્યુ છે જ્યારે ૯૬ તાલુકાઓમાં 13000 રૂપિયા ની સહાય અને છ હજાર રૂપિયા કેન્દ્રના સહાય અને પાક વીમા ચૂકવાઈ રહ્યા છે.ઘટે કોંગ્રેસે આ ચૂંટણીલક્ષી નાટકબાજી હવે બંધ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું જ્યારે મધુ શ્રીવાસ્તવ ના મુદ્દે વિજયભાઈ એ સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ વ્યક્તિએ મર્યાદા ચૂકવી જોઈએ નહીં અને વ્યક્તિગત બાબતોને મર્યાદામાં રહીને જ જવાબ આપવો જોઈએ નિવેદન કરતા જીભ લપસી જાય તે યોગ્ય નથી જોકે આ મુદ્દે ચૂંટણી પણ છે નોટિસ આપી છે અને આ મામલે પક્ષમાં ચર્ચા થશે ને પછી નિર્ણય કરીશું તેમ જણાવ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

85 + = 89

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud