Wednesday, June 26

આજે વિજય રૂપાણી જૂનાગઢમાં સભાને સંબોધન કરશે

ગુજરાતની ર૬એ ર૬ બેઠકો જીતવાનો ભાજપે દાવો તો કરી દીધો છે પરંતુ તેમાં જૂનાગઢની સીટમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકશ છે. જૂનાગઢની બેઠક ઉપર ગત ર૦૧૪ની લોકસભાના બંને ઉમેદવારો વચ્ચે ફરી ફાઈટ ફીનીશનો જંગ છે. જા કે ગત વખતની ચૂંટણીમાં એક ગુજરાતી (નરેન્દ્ર મોદી)ને વડાપ્રધાન બનાવવાનું લોકોનું સ્વપ્ન હતું. માટે ર૬એ ર૬ બેઠક ઉપર જવલંત વિજય અપાવ્યો હતો. જા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના શાસનમાં સુરક્ષા તેમજ વિદેશનીતિની બાબતમાં દેશ મજબુત જરૂર થયો છે. પરંતુ લોકોના પાયાના પ્રશ્નો, સમસ્યામાં ઘટાડો થયો નથી બલ્કે વધારો થયો છે. ખેડૂતો પાક વિમા સહિતના પ્રશ્ને, વેપારીઓ જીએસટી, નોટબંધીના લીધે લોકો નારાજ છે. તેથી ભાજપ માટે આ બે ફેકટર વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વળી પાટીદાર સમાજનું આંદોલન હવે શાંત થઈગયું છે, પરંતુ હાર્યો જુગારી બમણું રમે તેમ કોર્ટે ચૂંટણી લડવાની ના પાડી દેતાં હવે હાર્દિક પટેલે પણ ભાજપ વિરૂધ્ધ રીતસરનું બંડ પોકાર્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જા હું ચૂંટણી લડત તો ભાજપને માત્ર એક જ બેઠક ઉપર નડત, મુશ્કેલી ઉભી કરત. હવે તો હું અનેક બેઠકો ઉપર ભાજપને નુકસાન કરાવીશ. કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ હાર્દિક પટેલનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરી હેલિકોપ્ટર પણ ફાળવી દીધું છે જેથી હાર્દિક પટેલ ઉડા-ઉડ કરી ર૦૦ થી વધુ સ્થળે સભા કરી કોંગ્રેસને ફાયદો ન કરાવી શકે તો પણ ભાજપને નુકશાન જરૂર કરાવશે. જૂનાગઢમાં ખેડૂતો, વેપારીઓમાં તો ભાજપ સામે ભારે નારાજગી છે જ સાથે સાથે પાટીદારોમાં પણ રોષ છે ત્યારે આ ત્રણ ફેકટરના કારણે જૂનાગઢની બેઠક માટે ભાજપની જીતના કપરા ચઢાણ છે. માટે આ બેઠક હાંસલ કરવા ભાજપે પી.એમ. બાદ સી.એમ.ને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ પી.એમ. સભા કરી ગયા છતાં સી.એમ.ને સભા કરવા આવવું પડે તે જ બતાવે છે કે આ સીટ જીતવી અઘરી છે. કોંગ્રેસે હજુ સુધી એક પણ મોટી સભા કરી નથી કે સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતાર્યા નથી, માત્ર ગૂપચૂપ રીતે ચૂંટણી પ્રચારનું કામ થઈ રહ્યું છે. આ બેઠક ઉપર સસલા અને કાચબાની વાર્તા જેવું થાય તો પણ નવાઈ નહીં. ત્યારે ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જૂનાગઢની બેઠક જીતવા માટે આજે સી.એમ. વિજય રૂપાણી જૂનાગઢના
જોષીપુરામાં આવેલ પાદરચોકમાં સભાને સંબોધન કરશે. જા કે કોંગ્રેસને આ બેઠક જીતવી વધુ આસાન લાગે છે માટે કોઈ સ્ટાર પ્રચારકની મદદ લેવામાં આવી નથી તેવું રાજકીય લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વંથલી ખાતે રાહુલ ગાંધિનો ચૂંટણી કાર્યક્રમ શરૂ થયો છે તેને વંથલી જૂનાગઢથી ર૦ કિ.મી. દૂર છે તેથી જૂનાગઢ ખાતે પ્રચારમાં ઉતારવા જૂનાગઢ કોંગ્રેસના નેતાઓએ પ્રદેશ કોંગ્રેસને જણાવ્યું છે.

Leave A Reply