લોકશાહીનાં પર્વ સમી ચુંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

લોકશાહીનાં અમુલ્ય અધિકાર સમો પોતાનાં પ્રતિનિધિને ચુંટી કાઢવા માટે મતદારોને અપાયેલાં અબાધિત અધિકારનો મતદારોએ ગઈકાલે અમલ કરી અને મતદાન મથકો સુધી જવાની તસ્દી લઈ અને મતદાન કર્યું છે. છેલ્લાં સાત દાયકાથી લોકશાહી દેશમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી વિધાનસભાની ચુંટણી કે લોકસભાની ચુંટણી હોય તે વખતે પોતાનો ઉમેદવાર કે પ્રતિનિધિને ચુંટી કાઢવા માટે લોકો હોંશે-હોંશે મતદાન મથકોએ જાય છે અને પોતાનો અમુલ્ય અને પવિત્ર મત આપી અનેક અપેક્ષાઓ સેવતાં હોય છે પરંતુ ચુંટાઈ ગયા પછી આ પ્રજાનાં પ્રતિનિધિ પ્રજાકીય પ્રશ્નોમાં ઉણાં સદંતર ઉતર્યા છે તેવી અનેક ગુજરાતનાં અનેક સંસદીય વિસ્તારોમાંથી ફરીયાદો ઉઠવા પામી હતી અને મતદારો એવું પણ વિચારતાં હતાં કે સાત દાયકા સુધીમાં આપણે હજુ ત્યાંનાં ત્યાં છે જયારે જે પ્રજાનાં પ્રતિનિધિને આપણે ચુંટીને મોકલ્યાં છે તેની સ્થિતિ ખુબ જ મજબતુ બની જતી હોય છે તો આપણે મત શું કામ આપવો જાઈએ ? તેવું પણ મતદારોનાં મગજમાં ઘમસાણ મચાવી રહેલ હતું. તેમ છતાં જૂનાગઢ સહિત ગુજરાતની શાણી પ્રજાએ મતદાન કર્યું છે સરેરાશ પપ ટકા ઉપર મતદાન થયું હોવાનાં આંકડા પ્રાપ્ત થઈ રહ્યાં છે. ચુંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
જૂનાગઢ સહિત ગુજરાત રાજયની ર૬ લોકસભાની બેઠકો માટેની ચુંટણી ગઈકાલે ધોમધખતાં તાપ વચ્ચે યોજાઈ હતી. સરેરાશ પ૦ થી પપ ટકા ઉપર મતદાન થયું છે ભાજપ અને કોંગ્રેસ જીતનાં દાવા કરી રહેલ છે તો બીજી તરફ મતદારોમાં એવી અવઢવ અને મુંઝવણ જાવા મળી હતી કે આઝાદી બાદ દર પાંચ વર્ષે ચુંટણીમાં મતદાન રૂપી અમુલ્ય ફરજ બજાવીએ છીએ આ પાંચ વર્ષમાં મતદાર ખાસ કરીને ગરીબ વર્ગનાં મતદારોની સ્થિતિ જેમને તેમ છે જયારે તેમણે જે ઉમેદવારને ચુંટીને સતાની ખુરશી ઉપર બેસાડેલ હોય તેવાં પ્રજાનાં પ્રતિનિધિ પાંચ વર્ષમાં લાખોપતિ નહીં પરંતુ કરોડપતિની યાદીમાં આવી જતાં હોય છે ! જૂનાગઢ લોકસભાની બેઠકનાં ગઈકાલે યોજાયેલ મતદાનની પ્રક્રિયામાં કયાંક છુટ્ટાં-છવાયાં મતદાન બાદ એકંદરે શાંતિ રહી હતી. મતદાનનાં નિર્ધારીત સમય મર્યાદા પૂર્ણ થવા સુધીમાં જે આંકડાઓ બહાર આવેલ છે તેમાં જાઈએ તો જૂનાગઢ જીલ્લાનાં સાત વિધાનસભા મત વિસ્તારમાં પુરૂષ કરતાં †ી મતદારોએ ઓછું મતદાન કર્યું છે. યુવા વર્ગ તેમજ વૃધ્ધોએ પણ મતદાનરૂપી ફરજ બજાવી છે અને ચુંટણી કાર્ય સંપન્ન થયું છે. ગુજરાતમાં અનેક જગ્યાએ મતદારોએ પોતાનો રોષ વ્યકત કરી અને મતદાનનો બહિષ્કાર કર્યો છે તો કયાંક ફેર મતદાનની માંગણી પણ ઉઠવા પામી
છે.
લોકસભાની ચુંટણી જાહેર થયાથી લઈને એક માસનાં સમયગાળા દરમ્યાન ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષો-અપક્ષો વગેરેએ પોતાનાં ઉમેદવારને વિજેતા બનાવવાં દોડધામ કરી લીધી અને ગઈકાલે મતદાન મથકો સુધી મતદારોને લઈ જવાનો મહાસંગ્રામ પણ યોજી કાઢ્યો હતો. જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર સહિત કુલ ૧ર ઉમેદવારનાં ભાવિ મત મતપેટીમાં કેદ થયાં છે જયારે માણાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત ૮ ઉમેદવારોનાં ભાવિ મતપેટીમાં કેદ થયેલાં છે. મતદાન એકદંરે શાંતિપૂર્ણ થયું છે અને હવે લોકોને ઈંતજાર રહેશે પરિણામનો…. અને આ દિવસો દરમ્યાન અનેક અટકળો, ગણતરીઓ, મતદારયાદીઓનું ચેકીંગ તેમજ રાજકીય પક્ષોનાં હોશિંયાર કાર્યકતાઓ કે જેઓ ક્યાં મતદાન બુથ ઉપર કેટલું મતદાન થયું છે અને તેની સંખ્યા ઉપર દૃષ્ટિપાત કરતાની સાથે જ ગણિત માંડી દેતાં હોય છે કે આમાં ભાજપ અને કોંગ્રેસને કેટલાં મત મળ્યાં ? આ સરવૈયા ઉપરથી જ ઉમેદવારનાં જીતની અટકળો બાંધી લેતાં હોય છે એક તરફ ઉનાળાની સખ્ત ગરમી મતદારો ધીમે-ધીમે મતદાન આપવામાંથી વિમુખ અને નિરાસ થતાં જતાં હોય તેવું અકળ વલણ અને પ્રજા જે અપેક્ષા રાખી હોય તે સંતોષાતી ન હોય તેવી ઘણી-ઘણી બાબતોને કારણે મતદારોમાં રોષ
જોવા મળતો હતો. આ ઉપરાંત રોજીંદી સમસ્યા, મોંઘવારી બેરોજગારી સહિતનાં મુદ્દાઓથી પણ મતદારો ખુબ જ અકળાયેલાં હતાં. પરંતુ તેમ છતાં લોકશાહીનાં આ પર્વને પરાણે-પરાણે તો પરાણે-પરાણે મનાવીને પુરૂં કર્યું છે.
જોઈએ હવે ફેંસલો કોની તરફેણમાં આવે છે?


Leave A Reply