રાજયનાં ર૦૩ જળાશયોમાં ર૪.૪૦ ટકા જ પાણીનો જથ્થો

એક તરફ ઉનાળો કાળઝાળ બનીને વરસી રહ્યો છે. એપ્રિલ માસની આ સખ્ત ગરમીએ લોકોને તોબા પોકરાવી દિધા છે. ઉનાળાની શરૂઆત પહેલાથી જ જૂનાગઢ અને સોરઠનાં અનેક વિસ્તારોમાં પાણીની મુશ્કેલીનો સમયગાળો શરૂ થયો હતો અને એપ્રિલ માસમાં અનેક વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાય છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી અપાતું હોવાનો પોંકાર સંભળાઈ રહ્યો છે. ડેમો, કુવા, નદીઓ, બોરનાં પાણી સુકાઈ ગયાં છે. જા જૂનાગઢ શહેરની જ વાત કરીએ તો આણંદપુર ડેમ, વિલીંગ્ડન ડેમ તળીયાઝાટક હોવાથી પાણીની મુશ્કેલી સર્જાય છે. ઝાંઝરડા તેમજ જાષીપરા સહિતનાં વિસ્તારોમાં આણંદપુર ડેમમાંથી પાણી લઈ ટાંકાઓ ભરવામાં આવતાં હતાં. પરંતુ છેલ્લાં બે દિવસથી ટાંકા ભરવામાં ન આવતાં આણંદપુર ડેમ તળીયાઝાટક થઈ ગયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. જા કે આણંદપુર ડેમમાં હજુ આઠેક દિવસ ચાલે તેટલું પાણી રહ્યું છે અને ત્યારબાદ નર્મદાનાં નીર ઉપર પાણીનો આધાર રાખવો પડશે. જૂનાગઢ શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ પાણીની તકલીફો ઉઠી રહી છે. ચોમાસાનાં દિવસોને તો હજુ ઘણો સમય બાકી છે. અંદાજીત બે માસ બાદ સતાવાર રીતે બેસી જશે. જા કે આગાહીકારો દ્વારા વહેલા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
દરમ્યાન પ્રાપ્ત થતાં અહેવાલ અનુસાર રાજયનાં ર૦૩ જળાશયોમાં ર૪.૪૦ ટકા જ પાણી છે. જયારે સૌરાષ્ટ્રમાં ૧૩૮ જળાશયોમાં ૧૧.ર૩ ટકા જ પાણીનો જથ્થો છે. પાણી સંગ્રહની સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉભી થવાની છે. તેમજ પશુઓને માટે પાણી, ખોરાક એટલે કે ઘાસ-ચારાની પણ જરૂરીયાત ઉભી થશે. ગત વર્ષે અપુરતાં થયેલાં વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં શરૂઆત થી જ પાણીની અછત છે અને હવે પાણીનું જાળસંકટ ઘેરૂં બને તેવાં નિર્દેશો મળી રહ્યાં છે. તેમજ જૂનાગઢ જીલ્લાનાં દરેક તાલુકા તથા ગ્રામ્ય પંથકમાં પણ પાણીનાં પોકારો ઉઠી રહયા છે.

Leave A Reply