કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન સાંધા સ્નાયુના દુઃખાવાનો મેડીકલ કેમ્પ યોજાયો

જલારામ મંદિર કેશોદ મુકામે ભારત વિકાશ પરિષદ -કેશોદ શાખા ની સેવાકિય પ્રવૃત્તિઓનાં ભાગરૂપે એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ હતુ. જેમાં રાજકોટથી  સ્નાયુ અને સાંધાનાં દુખાવાનાં નિષ્ણાંત ડો. ભાવિન ભટ્ટે 106 જેટલાં દર્દીઓને તપાસી તેમને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ વિના મુલ્યે આપી હતી. તથા બધા માટે કેશોદ ની સાંગાણી હોસ્પિટલ નાં ડૉ અજયભાઇ સાંગાણી અને ડો રાજેશભાઈ સાંગાણી તરફથી ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ -કેશોદ શાખાની ટીમનાં ઉત્સાહ અને મહેનત થી આ કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હતો.. આ તકે આ કાર્યક્રમ માં સામેલ  ડો ભાવિનભાઈ ભટ્ટ તથા માનવ બળ સ્વરૂપે કાર્ય કરેલ નામિ  અનામી દરેક કાર્ય કર્તાઓનો તથા જલારામ મંદિર પરિવાર નો ખુબ ખુબ  આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધું દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી જેમાં મોતીયાના ઓપરેશનના જરૂયાતમંદ નેવું જેટલાં દર્દીઓને રાજકોટની શ્રી રણછોડરાયજી હોસ્પિટલમાં ઓપરેશન માંટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન બાદ કેશોદ પરત મુકવાની પણ વિના મૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી હતી નિદાન કેમ્પમાં કેશોદ શહેર તથા તાલુકાભરના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.

Leave A Reply