Wednesday, July 24

સિંગતેલના ભાવમાં ૩૦ રૂપિયાનો જંગી વધારો

જૂનાગઢ તા. ર
જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે તમામ વસ્તુઓમાં ભાવ વધારો ચાલી રહ્યો છે. ચોમાસું આવે તે પહેલાં જ ઉનાળાના આ દિવસોમાં શાક ભાજીના ભાવોમાં પણ ભારે વધારો જાવા મળી રહ્યો છે ત્યાં જ આજે સિંગતેલમાં રૂ. ૩૦ નો જંગી વધારો થયો છે. સિંગતેલ ટીનનો ભાવ રૂ. ૧૭૧૦ થયો છે. આમ દિવસે દિવસે વધી રહેલા ભાવ વધારાને કારણે આમજનતા મોંઘવારીની માર સામે પિડાઈ રહી છે.

Leave A Reply