પાણીનાં પ્રશ્ને શાસકો ચકરાવે ચડ્યાં, પાણીકાપ હળવો કરવા કમિશ્નરને રજુઆત

જૂનાગઢ તા.૩
જૂનાગઢમાં પાણીની કૃત્રિમ તંગી ઉભી કરી પ્રજાનાં માથે પાણી કાપ તો લાદી દેવાયો પરંતુ પ્રજામાં પાણી પ્રશ્ને ભારે રોષ જાવા મળી રહ્યો છે ત્યારે આ રોષનું રિએકશન આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચુંટણીમાં પડવાની પુરેપુરી સંભાવના હોય શાસકો ચકરાવે ચડ્યાં છે. મનપા તંત્રનાં, પાણી પુરવઠાનાં અધિકારીઓની અણઆવડતથી પાણી કાપ વધારાયો હોવાનું જાણવા છતાં ત્યારે મૌન ધારણ કર્યા બાદ હવે પ્રજામાં સારી છાપ ઉભી કરવા પાણી કાપ હટાવવાની માંગ સાથે શાસકોએ ઈન્ચાર્જ કમિશ્નર અને જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી સાથે બેઠક કરી હતી. બેઠકમાં પાણીકાપ હળવો કરવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. જા કે હાલ આણંદપુર ડેમ તળીયાઝાટક થવાની અણી ઉપર હોય અને નર્મદાનું નીર મળતું ન હોય પાણીકાપ હટાવવો મુશ્કેલ છે ત્યારે સત્વરે નર્મદાનાં નીર મળે તે જરૂરી છે. જા નર્મદાનાં નીર મળે તો પાણીની તંગીને પહોંચી વળાય. હાલ ૩પ એમએલડી પાણી સામે રપ એમએલડી વિતરણ કરવામાં આવે છે. આ ૧૦ એમએલડીની ઘટ માટે નર્મદાનાં નીર મળવા જરૂરી છે. સરકારમાં નર્મદાનાં નીર માટે ૧પ એમએલડીની માંગણી અગાઉથી જ કરી દેવામાં આવી છે ત્યારે હવે સત્વરે પાણી મળે તે માટેનાં પ્રયાસો કરવાનાં છે. આમ પાણીની તંગીને દુર કરવાનો તમામ આધાર નર્મદાનાં નીર ઉપર છે. ખાસ તો મનપાની આગામી સમયમાં ચુંટણી હોય પાણી નહીં આપીએ તો લોકો મત નહીં આપે તેવી ભીતી જણાતા શાસકો દોડધામ કરતાં થયા છે. આમ પાણીનાં પ્રશ્ને શાસકો ચકરાવે ચડ્યાં છે ત્યારે હવે સરકારમાં રજુઆત કરી નર્મદાનાં નીર મેળવી શાસકો નબળા સાબિત થાય છે કે પાણી વગરનાં તે નજીકનાં સમયમાં જાણવા મળશે. આ સાથે શાસકોમાં કેટલા જારાવર છે કે રાજય સરકારમાં કેટલું ઉપજે છે તેનો માપદંડ પણ નીકળી જશે.

Leave A Reply