સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદનું મહાપ્રદેશ અધિવેશન આવતીકાલે ભવનાથ ખાતે યોજાશે

જૂનાગઢ તા.૪
સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદનાં પ્રદેશ મુખ્ય સંયોજક શૈલેષભાઈ દવેની એક યાદી જણાવે છે કે ગુજરાતનું પ્રદેશ કક્ષાનું બ્રહ્મ સંગઠન અને સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદનું મહાપ્રદેશ અધિવેશન આવતીકાલે રવિવારે શ્રી ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં મળી રહ્યું છે. આવતીકાલ તા. પ-પ-૧૯ રવિવારે સાંજે ૪ કલાકે મહામંડલેશ્વર ભારતી આશ્રમ રોડ, જૂનાગઢ ખાતે યોજવામાં આવશે.
આ મહાપ્રદેશ અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્ચનાબેન ઠાકરનાં પ્રમુખસ્થાને તેમજ જૂનાગઢ સંગઠનનાં યજમાન પદે યોજવામાં આવી રહ્યું છે.
સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદનાં સ્થાપક સદસ્ય અને પ્રદેશ મહામંત્રી શ્રી ચેતનભાઇ ઠાકરનાં માર્ગદર્શનમાં પ્રદેશ યુવા પાંખના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી શૈલેષભાઇ દવેની આગેવાનીમાં જીલ્લા પ્રમુખશ્રી કેતનભાઇ ભટ્ટ, મહામંત્રી કીશનભાઇ ભટ્ટ, પ્રદેશ યુવા પાંખના હોદેદારો સર્વશ્રી જગદીશભાઇ પાઠક, હિતેષભાઈ ઓઝા, ભારતીબેન પુરોહીત સહીતની સંગઠન ટીમ આ રાજય સ્તરીય ‘‘પ્રદેશ અધિવેશન’’ નાં ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રદેશ મુખ્ય સંગઠન, મહીલા સંગઠન, યુવા સંગઠન, પ્રદેશ સમીતી સહિતનાં દરેક હોદેદારો, સર્વે પ્રદેશ ડેલીગેટસ, જીલ્લા પ્રમુખ-મહામંત્રી સહીતનાં અપેક્ષીત આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ આ પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ અને ક્રાન્તીકારી બ્રહ્મસંત પ.પુ. મુકતાનંદજી બાપુ, ગોરક્ષનાથ આશ્રમના સંતશ્રી પુ.શેરનાથબાપુ, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનાં પ્રમુખશ્રી જીગીશભાઇ દવે, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રમુખશ્રી છેલભાઇ જોષી, ભારત સરકારના કાયદા પંચના સદસ્ય અને બ્રહ્મ અગ્રણીશ્રી અભયભાઇ ભારદ્વાજ, જૂનાગઢનાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. આ તકે પ્રદેશસ્તરીય બ્રહ્મ સંગમ જોવા મળશે. આ મહાઅધિવેશનની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને જે અંગેની તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે અને આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી હોવાનું શૈલેષભાઈ દવેએ યાદીનાં અંતે જણાવેલ છે.

Leave A Reply