કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી : તાલાલામાં હરરાજીનો પ્રારંભ : પહેલા જ દિવસે ૧૦ હજાર બોક્સનું આગમન

તાલાલા તા.૬
ગીરની લોકપ્રિય કેસર કેરીની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. રૂ.૪૦૦થી ૭૦૦ સુધીની બોલી લગાવવામાં આવી છે. ગીરની લોકપ્રિય કેસર કેરીએ શાનદાર એન્ટી કરતા ખુશીનો માહોલ છે. પણ આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવા થોડા વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે. ૧૦ કિલો કેસરના રૂ.૪૦૦ થી ૭૦૦ બોલી બોલાય છે. પ્રથમ દિવસે જ તાલાલા માર્કેટમાં ૧૦ હજાર બોક્સ કેસર કેરી હરાજી માટે આવી હતી. આ સિઝનમાં કુલ ૮ લાખ બોક્સ કેસર હરાજીમાં આવે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે પરંતુ ખેડૂતોના મતે વાતાવરણની અસરથી કેરીનો પાક અપૂરતો થયો છે. ગયા વર્ષની તુલનાએ ૫૦ ટકા ઓછો પાક ઉતર્યો છે. ભાવને લઈને ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

Leave A Reply