આધુનિક ટેકનોલોજીને માત આપતા જૂનાગઢના ૧૩૫ વર્ષ કરતાં પણ જૂના બાંધકામો

જૂનાગઢ તા.૬
સમગ્ર વિશ્વ વિકાસની ક્રાંતિની દોડમાં આગળ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં ૧૩૫ વર્ષ પહેલા બનેલું બાંધકામ આજે પણ ભલભલાને વિચારતા કરી મૂકે તેવું છે. જૂનાગઢના નાગર પરિવારના દરેક ઘરમાં પીવાના પાણીને લઈને આગવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સો વર્ષ કરતાં પણ જૂના મકાનોમાં આખું વર્ષ ચાલે તેટલું વરસાદનું પાણી સંગ્રહ કરવાના મહાકાય ટાંકાઓ આજે જોવા મળી રહ્યા છે. નાગર પરિવારો માટે પાણીની તંગી જેવો શબ્દ કોઈ મહત્વ રાખતો નથી.
ઉનાળા દરમ્યાન પીવાના પાણીનું નામ પડે એટલે સૌ કોઈને એમ લાગે કે ક્યાંક પાણીની તંગીનો મામલો હશે અથવા તો ક્યાંક પાણીને લઇને બબાલ થતી હશે, પરંતુ જૂનાગઢમાં રહેતા નાગર પરિવારો આજે પણ પાણીને લઈને આત્મનિર્ભર છે. તેનું કારણ એ છે કે, તેમના ઘરમાં બનાવેલા પાણીનો સંગ્રહ કરતા વિશાળ અને મહાકાય ટાંકાને કારણે તેમના પરિવાર એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી કોઈપણ પ્રકારના ખર્ચ વગર આજે મેળવી રહ્યા છે.

Leave A Reply