રિધ્ધિ – સિધ્ધિનાં દાતા અને વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશજીની વિનાયક ચતૂર્થિની આજે ભકિતભાવભેર થયેલ ઉજવણી

જૂનાગઢ તા. ૮
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સિધ્ધિ વિનાયક દેવ ભગવાન ગણેશજીની વિનાયક ચતુર્થીની આજે ઉમંગ ઉત્સાહ અને ભાવભેર સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. માતા અને પિતાની આજ્ઞાનું અક્ષરસઃ પાલન કરનાર ભગવાન એવા ગણેશજીને ભગવાન શંકરે વરદાન આપેલું કે કોઈપણ શુભ કાર્ય કરતી વખતે સૌપ્રથમ ગણેશજીનું સ્થાપન અને તેની પુજા કરવામાં આવશે. આજે અનાદિકાળથી સૌપ્રથમ ભગવાન શ્રીગણેશની પુજા અર્ચના થાય છે અને દુંદાળા દેવ ભગવાન ગણેશ ભાવિકોની લાગણીને ધ્યાને લઈ તમામ પ્રકારનાં કષ્ટો અને વિઘ્નો દુર કરે છે એટલું જ નહી રિધ્ધિ – સિધ્ધિની કૃપા પણ વરસાવે છે. ગણેશ ચતુર્થીનું ભારે મહત્વ હોય છે. આજે વૈશાખી વિનાયક ચતુર્થીનાં દિવસે ભગવાન ગણેશજીનાં મંદિરોમાં ભાવિકો સવારથી જ દર્શનાર્થે ઉમટી પડયા છે જૂનાગઢ શહેરમાં દેવ મંદિરોમાં આવેલા ગણેશજીનાં મંદિરોમાં પણ પુજા અર્ચનનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ ઉપરાંત જૂનાગઢ વડાલ રોડ ઉપર આવેલ ઈગલ માર્બલ ખાતે આવેલા ગણેશજીનાં મંદિરે પણ ભાવિકો ઉમટી પડયા છે. આજે ઘરે ઘરે પણ ભાવિકોએ ભગવાન ગણેશજીનું પુજન કરી ચુરમાનાં લાડુનો પ્રસાદ ધરાવી અને વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.

Leave A Reply