જૂનાગઢના રાજમાર્ગો ઉપર નિકળી અડધો કિલોમીટર લાંબી ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા

જૂનાગઢ તા.૮
જૂનાગઢમાં ભારે ધામધુમપૂર્વક ભગવાન પરશુરામજીની શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના તળાવ દરવાજા સ્થિત જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી વેદોના મંત્રોચ્ચાર સાથે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મહંત મુકતાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં ૮ જીપ, ૩ રથ, ૪ ડીજે, ૭ ટ્રેકટર સહિતના વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર જય જય પરશુરામના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર વિવિધ જ્ઞાતિ-સમાજા દ્વારા પુષ્પવૃષ્ટિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં પણ શોભાયાત્રામાં જાડાનાર લોકોને ગરમીની અસર ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠંડુ મીનરલ વોટર, ઠંડા સરબત તેમજ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે અડધો કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં મેયર આદ્યાશક્તિ મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઈ જાષી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, સંજય કોરડીયા, અશોક ભટ્ટ, મુકેશભાઈ મહેતા, ભરત લખલાણી, નિરવ પુરોહિત, પુનીત શર્મા, શૈલેષ દવે, હિમાંશુ પંડયા તેમજ અન્ય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો જાડાયા હતા. શહેરના વિવિધ માર્ગો ઉપર ફર્યા બાદ શોભાયાત્રા ભુતનાથ મહાદેવના પાવન સાનિધ્યે સંપન્ન થઈ હતી. બાદમાં તમામ જ્ઞાતિજનોએ ભોજન પ્રસાદ સામગ્રી સાથેનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ શોભાયાત્રાને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જાષી, કાર્તિક ઠાકર, પ્રમુખ આશિષ રાવલ, પી.સી. ભટ્ટ, વિશાલ જાષી, મનિષ ત્રિવેદી અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Leave A Reply