Tuesday, November 19

જૂનાગઢ કેન્દ્રનું ૭૪.૦૯ ટકા પરિણામ અને જીલ્લાનું ૭૪.પ૦ ટકા

જૂનાગઢ તા.૯
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજયનું ૭૧.૯૦ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં જૂનાગઢ જીલ્લાનું ૭૪.પ૦ ટકા પરિણામ છે જયારે જૂનાગઢ કેન્દ્રનું ૭૪.૦૯ ટકા પરિણામ આવેલ છે. જયારે જૂનાગઢ જીલ્લામાં એવન ગ્રેડમાં કુલ-પાંચ વિદ્યાર્થીઓ આવેલાં છે જેમાં ૩ વિદ્યાર્થીઓ જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા અને અગ્રણી કેળવણીકાર જી.પી.કાઠીનાં વડપણ હેઠળ ચાલતી આલ્ફા સ્કુલનાં વિદ્યાર્થીઓ મુળીયા ચિરંતન વિજયકુમાર ૯૯.૯ર (પીઆર) સાથે બોર્ડમાં આઠમાં ક્રમે તેમજ બદરકીયા વિધી વસંતકુમાર (૯૯.૭૪ પીઆર) જીલ્લામાં બીજા સ્થાને, પાંચાણી નંદીની પંકજભાઈ ૯૯.૬૯ (પીઆર) સાથે જીલ્લામાં ત્રીજા ક્રમે આવતાં ફરી એકવાર આલ્ફાનાં વિદ્યાર્થીઓએ ડંકો વગાડી દિધો છે.
ધો.૧ર સાયન્સનું આજરોજ પરિણામ સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપરથી જાહેર થયું હતું. રાજયમાં ૧,૪૭,૩૦ર વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થયું છે. ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩પ છે. જયારે એ-વન ગ્રેડ સાથે રપ૪ ઉમેદવારો સફળ થયાં છે. એ-ટુ ગ્રેડ સાથે ૩૬૯૦ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયાં છે. ત્યારે જૂનાગઢ જીલ્લામાં એવન ગ્રેડમાં પાંચ વિદ્યાર્થીઓ, એ-ટુ ગ્રેડમાં ૯૦ વિદ્યાર્થીઓ, બી-વન ગ્રેડમાં ર૭૬ વિદ્યાર્થીઓ, બી-ટુમાં પ૮પ વિદ્યાર્થીઓ, સી-વનમાં ૯૯૮, સી-ટુમાં ૧૧૧૭, ડી માં ર૩૬ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયાં છે આજે જૂનાગઢ શહેરની વિવિધ સ્કુલોમાં પણ પરિક્ષાનાં પરિણામને લઈને ભારે ઉતેજના જાવા મળતી હતી. ઉંચી ટકાવારી સાથે અગ્રતાક્રમે આવેલી શાળાઓમાં હસી-ખુશીનું વાતાવરણ જાવા મળ્યું હતું અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ખુશીઓનું મોજું ફરી વળ્યું હતું.
આજે ખુબ જ સારી રેન્ક સાથે પાસ થયેલાં વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા મોં મીઠાં કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનાં પ્રયાણ તરફ આજથી જ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવો તે અંગેની તૈયારી કરી રહ્યાં છે.

Leave A Reply