Tuesday, November 19

ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરીમાં વડાપ્રધાન મોદીને ‘‘ભારતના મુખ્ય વિભાજનવાદી’’ ગણાવ્યા : વિવાદ

આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઈમની ૨૦મેની નવી આવૃત્તિમાં કવરપેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન અપાયું છે. જો કે આ આવૃત્તિએ વડાપ્રધાન મોદીને ફરી વિવાદોમાં ઘેરી લીધા છે. આ ઉપરાંત તેમને ભારતમાં મુખ્યરૂપે ભાગલા પાડનારા ગણાવ્યા છે. ટાઈમ મેગેઝિનની એશિયા એડિશને લોકસભા ચૂંટણી ૨૦૧૯ અને ગત પાંચ વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારના કાર્યો અને વિકાસ પર લીડ સ્ટોરી
કરી છે.
વડાપ્રધાન મોદીની ટીકા કરતા આવૃત્તિમાં નહેરુના સમાજવાદ અને ભારતની હાલની સામાજિક પરિસ્થિતીની તુલના કરી છે. આ ઉપરાંત આ લેખમાં પીએમ મોદીએ મુÂસ્લમો અને હિન્દુઓ વચ્ચે ભાઈચારાની ભાવનાઓને વધારે સારી અને તેને વધારવા માટેની કોઈ ઈચ્છા વ્યક્ત કરી નહીં હોવાની વાત કરી છે.
નરેન્દ્ર મોદી હંમેશા કોંગ્રેસમુક્ત ભારતની વાતો કરતા હોય છે, શું તેમણે ક્યારેય હિન્દુ-મુસલમાનો વચ્ચે ભાઈચારો વધારવાના પ્રયાસો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે ? નરેન્દ્ર મોદી હંમેશા વિપક્ષ ઉપર જ હાવી થતા હોય છે અને દેશની મહાન હસ્તીઓ ઉપર રાજકીય હુમલા કરતા રહે છે. વધુમાં આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદીનું સત્તામાં આવવું એ ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસલમાનો સામે ભાવનાઓ અને જાતિવાદની કટ્ટરતા હોવાની સાબિતી છે.
આ લેખમાં લિંચિંગ અને ગાયના નામે થયેલી હિંસાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે મુસલમાનો ઉપર વારંવાર હુમલાઓ કરાયા અને તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એક પણ એવો મહિનો પસાર ન થયો, જેમાં લોકોના સ્માર્ટફોન ઉપર હિન્દુઓની ભીડે એક મુસલમાન સાથે મારઝુડ ન કરી હોય તેવો વીડિયો ન આવ્યો હોય. ટાઈમ મેગેઝીનના આ લેખમાં ૧૯૮૪ના શીખ હુલ્લડો અને ૨૦૦૨ના ગુજરાત રમખાણોનો પણ ઉલ્લેખ કરાયો છે.જો કે આ રમખાણોમાં કોંગ્રેસ પણ આરોપમુક્તો નથી જ, પરંતુ હુલ્લડો દરમ્યાન ભીડને પોતાનાથી જ દુર જ રાખી હતી. ૨૦૦૨નાં રમખાણો દરમ્યાન પીએમ મોદીનું મૌન હુલ્લડખોરોના મિત્ર હોવાના વાતની સાબિતી આપે છે. ૨૦૧૪માં લોકોના ગુસ્સાને મોદીએ આર્થિક વાયદાઓમાં બદલી નાખ્યો હતો. તેમને નોકરી અને વિકાસની વાત કરી, પરંતુ હવે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે કે તે આશાઓની ચૂંટણી હતી. લેખમાં કહેવામાં આવ્યું છે કે, મોદીએ કરેલા આર્થિક ક્ષેત્રે ચમત્કાર કરવાના વાયદાઓ નિષ્ફળ સાબિત થયા છે, આટલું જ નહીં તેમને દેશમાં ઝેરી ધાર્મિક રાષ્ટ્રવાદનો માહોલ ફેલાવવામાં પણ પુરતો ફાળો આપ્યો છે. ૨૦૧૭માં ઉત્તરપ્રદેશમાં જ્યારે ભાજપ ચૂંટણી જીતી તો ભગવા કપડા પહેનારા અને નફરત ફેલાવનારા એક મહંતને મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા. પીએમ મોદી અંગે ટાઈમ પત્રિકાની નીતિમાં પરિવર્તન આવતું રહ્યું છે. ટાઈમ પત્રિકા વર્ષ ૨૦૧૪-૧૫માં નરેન્દ્ર મોદીનો વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવેશ કર્યો હતો.

Leave A Reply