કોંગ્રેસનો પલટવાર : કેનેડાના નાગરીક અક્ષય કુમારે પણ મોદી સાથે નૌકાદળની પ્રેસીડેન્ટ યાટમાં સફર કરી હતી

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફબીટ ટીવી મુલાકાતને લઈને રાજકીય ચર્ચામાં આવી ગયેલા અને લોકોને ફીલ્મના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ સહીતના જેમ્સ બોન્ડ જેવા કૃત્યોથી પણ સુપર ડુપર હીરો તરીકે પ્રસ્થાપિત અક્ષયકુમાર પણ હવે નેવી વિવાદમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ભાષણમાં ૩૦ વર્ષ પુર્વે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી દેશના એકમાત્ર વિમાન વાહક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ ઉપર પીકનીક મનાવવા તેમના વિદેશી સગાઓ સાથે ગયા હતા તે વિવાદ ચગ્યો છે અને મોદીએ ‘અર્ધસત્ય’ અને મસાલો ભરીને આ વાત કહી હતી તે સાબીત થઈ રહ્યું છે. તે સમયે કોંગ્રેસના મહિલા નેતા દિવ્યા સ્પંદના એ એક ફોટો ટવીટ કરીને અક્ષયકુમાર તેના ફેમીલી સાથે ભારતીય નૌકાદળના ‘પ્રેસીડેન્સીયલ યાટ’ તરીકે ઓળખાતી ‘આઈએનએસ સુમીત્રા’ ઉપર શું કરી રહ્યો હતો ? તેવો પ્રશ્ન પૂછીને ભાજપને અને મોદી સરકારને ભીસમાં મુકી છે અને એ પણ પૂછયું કે નૌકાદળની આ યાટ જે યુદ્ધના સમયે પણ ઉપયોગી હોય છે તેના ઉપર એક કેનેડીયન નાગરીકને પીકનીક મનાવવા અને સેલ્ફી લેવાની કોણે મંજુરી આપી ? દિવ્યાએ ટવીટ કરીને મોદીને પૂછયું છે કે શું આ યોગ્ય હતું કે તમો તમારી સાથે આ સફરમાં અક્ષયકુમાર, ટવીન્કલ ખન્ના અને તેનો ૧૩ વર્ષનો પુત્ર આરવ અને અભિનેત્રી કંગના રાનાવત પણ સામેલ હતી.

Leave A Reply