ગુજરાતમાં ભાજપનાં શાસનમાં કૌભાંડ પે કૌભાંડ:પહેલાં મગફળી, બાદમાં તુવેર અને હવે યુરીયા અને DAAખાતરનું કૌભાંડ


થોડા સમય પહેલાં સની દેઓલનું ફિલ્મ આવ્યું તું, દામિની. આ ફિલ્મમાં ન્યાયની વાત માટે કોર્ટમાં ચિખ મારી મારીને કહે છે કે માય લોર્ડ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, મિલી તો ભી તારીખ, ન્યાય નહિં મિલા. બસ આવું જ ફિલ્મી ઢબનું વાતાવરણ ગુજરાતમાં ભાજપનાં શાસનમાં જાવા મળી રહ્યું છે. ભાજપનાં શાસનમાં ભ્રષ્ટાચારનો અજગર લોકોને ભરડો લઈ રહ્યો છે. તેનાં બોલતા પુરાવા છે અનેક કૌભાંડો. સૌપ્રથમ આવ્યું ભાજપ લાવ્યું મગફળી કૌભાંડ, સારી મગફળી કાઢી લઈ તેમાં માટી, પથ્થર, ધુળનાં ઢેફા ભેળવી દઈ રાજયની તિજારીને બીજી રીતે કહીએ તો પ્રજાની કાળી મહેનતે કમાઈને ભરેલા ટેક્ષનાં અબજા રૂપિયા ગપચાવી લેવાનું, જાવાની ખુબી છે કે તંત્રને તો કૌભાંડની ગંધ પણ નથી આવી. કોંગ્રેસ અને ખેડુતોએ કૌભાંડ બહાર પાડ્યું. બાદમાં સરકાર નિષ્કિય રહી કૌભાંડકારો સક્રિય થઈ ગયાં. તેમણે ન રહેગા બાસ ન બઝેગી બાંસુરીનાં ન્યાયે ગોડાઉનો સળગાવવાનું શરૂ કરી દીધું. પુરાવાનો નાશ કરવામાં તે સફળ રહ્યા અને સરકાર હજુ તપાસનાં નામે માત્ર ફીંફા ખાડે છે. હરામ છે જા કોઈનો વાળ પણ વાંકો થયો હોય તો. તેમ છતાં આમાંથી સબક શિખે તો તો આ સરકાર શેની ? વળી પાછું કેશોદ-વિસાવદરમાં તુવેર કૌભાંડ થયું. આમાં પણ મહોરા બનેલા પકડાઈ ગયા કે ભારે ઉહાપોહ બાદ તંત્રએ પકડવા પડ્યાં, પરંતુ મોટા માથા સામે કોઈ જ કાર્યવાહી નહીં ! હજુ આ સિલસિલો જારી રાખવામાં આવ્યો ને હવે યુરીયા અને ડીએપી ખાતરમાં ઓછું ખાતર આપી ખેડુતોને ધુંબા મારવાનું શરૂ કર્યું. ગુજરાતનાં લાખો ખેડુતોને ઓછું ખાતર આપી ફરી કૌભાંડ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પ્રજા-ખેડુતોને બચાવવા સરકારને ફુરસત જ કયાં છે ! તે તો પોતાની સરકાર બચાવવામાંને ફરી બનાવવાનાં કામમાં ગળાડુબ છે. વર મરો, કન્યા મરો અમારૂ પાત્ર ભરોની જેમ સરકાર પોતાનાં અસ્તિત્વને બચાવવા ધારાસભ્યોની ખરીદ-ફરોદમાં જ વ્યસ્ત રહીને કૌભાંડીયા તત્વોએ આ સમયગાળાનો ભરપુર ગેરલાભ ઉઠાવ્યો. તેનું પરિણામ એટલે કૌભાંડો. રાજય સરકારની ઢીલી નીતી જાતાં લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે કોઈને સજા થાય તેવા સમાચાર તો મળવા મુશ્કેલ છે હવે નવું કયું કૌભાંડ આવે છે તે જાવું રહ્યું. આમ, ભાજપનાં શાસનમાં કૌભાંડ પે કૌભાંડ, કૌભાંડ પે કૌભાંડ જ થઈ રહ્યાં છે. તેવું ખેડુતો હવે ખુલ્લેઆમ બોલી રહ્યાં છે.

Leave A Reply