જૂનાગઢ નજીક આવેલ ઈન્દ્રેશ્વર મંદિર રોડ ઉપર સિંહનાં આંટાફેરા : ટ્રેકરે લાકડી વડે સિંહને જંગલમાં તગેડી મુક્યો

જૂનાગઢ તા.૧૬
જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિવિધ વિસ્તારોમાં જંગલનાં રાજા વનરાજ અવારનવાર રોડ ઉપર લટાર મારતાં હોય તેવાં દૃશ્યો સામાન્ય બન્યાં છે. સિંહ-સિંહણ કે તેમનો પરિવાર અનેકવાર માનવ વસાહતમાં આવી જાય છે અને મારણ પણ કરી જતો હોવાનાં બનાવો હવે રોજીંદા બન્યાં છે આ દરમ્યાન એક વિડીયો વાયરલ થયો છે જેમાં જૂનાગઢની તદ્દન નજીક આવેલાં ઈન્દ્રેશ્વર રોડ ઉપર એક સિંહ લટાર મારતો જાવા મળે છે તેને વનવિભાગનાં ટ્રેકરે લાકડી વડે હાંકી કાઢી અને જંગલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું આ દૃશ્ય છે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢની ભાગોળે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના રોડ ઉપર એક સિંહ આંટાફેરા કરતો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જૂનાગઢના પ્રવેશદ્વાર સમા જંગલ વિસ્તારમાં મહાદેવનું મંદિર પાસે સિંહની લટારથી સતર્ક બનેલા વન વિભાગના ટ્રેકરે આખરે સિંહને જંગલની બોર્ડરમાં હાંકી કાઢ્યો હતો. સિંહને કોઇ રંજાડે કે સિંહ કોઇને રંજાડે તે પહેલાં જ ટ્રેકરે સિંહને સલામત રીતે જંગલમાં વળાવ્યો હતો. આ વીડિયો ક્યારનો છે તે જાણવા મળ્યું નથી. જૂનાગઢનાં પ્રવેશદ્વાર સમા જંગલ વિસ્તારમાં ઇન્દ્રેશ્વર મંદિરના માર્ગ ઉપર સિંહ લટાર મારવા નીકળ્યો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. ઓછી અવરજવર વાળા આ વિસ્તારમાં વનરાજા પણ બેધડક રીતે લટાર મારી રહ્યા હોય તેવું જોવા મળે છે. વનરાજાની લટારથી વનવિભાગનો ટ્રેકર પણ સતર્ક બની ગયો હતો. ટ્રેકર સિંહ પાછળ લાકડી લઈને ચાલ્યો હતો અને સિંહને ધીમેધીમે જંગલની બોર્ડરમાં મુકી આવ્યો હતો. દરમ્યાન અહીં હાજર કોઈએ આખી ઘટનાનો વીડીયો ઉતારી લીધો હતો.

Leave A Reply