Tuesday, July 16

ધો-૧૦નું પરિણામ ૨૧મી મેએ જાહેર કરાશે

ગાંધીનગર,તા.૧૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનાં પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ-૧૦ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગામી ૨૧મી મેના દિવસે પરિણામ જાહેર થનારૂ છે. ૨૧ મેના રોજ સવારે ૮ઃ૦૦ કલાકે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિણામ જાવા મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓની ધોરણ ૧૦ની પરીક્ષા માર્ચ ૨૦૧૯માં લેવાઈ હતી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ ૨૧ મે, ૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-૨૦૧૯ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો ઉપર કરવામાં આવશે.
તારીખ ૨૧ મે ૨૦૧૯ને મંગળવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકથી ૧૬ઃ૦૦ કલાક દરમ્યાન તેનું વિતરણ કરવામાં આવશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.

Leave A Reply