Saturday, October 19

જૂનાગઢમાં સ્વ.પરી જોષીને અંશ્રુભીની અંજલિ અપાઈ

જૂનાગઢ તા.ર૦
જૂનાગઢનાં ધારાસભ્ય ભિખાભાઈ જોષીનાં પુત્ર જોષીનાં પુત્ર મનોજ જોષીની અગિયાર વર્ષની પુત્રી પરી જોષીનું હૈદ્રાબાદ નજીક અકસ્માતમાં દુઃખદ નિધન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. દરમ્યાન આજરોજ સવારે પરી જોષીની અંતિમવિધી માટે અંતિમયાત્રા નિકળી હતી જેમાં બ્રહ્મ સમાજ સહિત વિવિધ સમાજનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જૂનાગઢનાં ધારાસભ્ય ભિખાભાઈ જોષીનાં પુત્ર મનોજભાઈ જોષીનો પરિવાર ઉનાળાની રજામાં હૈદરાબાદ ફરવા માટે ગયેલ હતો તે દરમ્યાન આ પરિવારને એક અકસ્માત નડ્યો હતો જેમાં પરિવારનાં મનોજભાઈ જોષીની અગિયાર વર્ષની પુત્રી પરીનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યું થતાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. રાજકોટ સુધી ચાર્ટડ પ્લેનમાં સ્વર્ગસ્થનો મૃતદેહ લાવવામાં આવેલ હતો અને ત્યાંથી મોટર માર્ગે તેમનાં મૃતદેહને જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતો. આ બનાવની જાણ થતાં જ જૂનાગઢ શહેરનાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો, બ્રહ્મસમાજનાં લોકો મોટી સંખ્યામાં ભીખાભાઈ જોષીનાં ગાંધિગ્રામ ખાતે નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને તેમનાં પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમ્યાન આજે સવારે સદ્‌ગત પરી જોષીની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં બ્રહ્મસમાજનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો, અગ્રણીઓ, જ્ઞાતિજનો, સમસ્ત બ્રહ્મસમાજનાં વિવિધ ફીરકાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને સદ્‌ગતને ભાવાંજલિ અર્પણ કરી હતી.

Leave A Reply