લોકસભાની ચુંટણી પૂર્ણ થઈ છે ત્યારે વડાપ્રધાન કોણ ?

જૂનાગઢ તા.ર૦
૧૭ મી લોકસભાની ચુંટણીનાં વિવિધ તબક્કાનાં મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને હવે લોકોને ઈંતેજાર છે કે ભારતમાં નવી સરકાર કોની આવશે ? અને ભારતનાં ભાવી વડાપ્રધાન કોણ બનશે ? તે અંગે દેશવાસીઓની મીંટ મંડાયેલી છે તો બીજી તરફ સટ્ટાબજારમાં પણ અત્યારથી જ મોટી હારજીત માટે આંકડાનાં ખેલ ખેલાયા છે અને મોટાપાયે જુગાર ખેલવામાં આવ્યો છે. સટ્ટા બજારનાં ખેરખાઓ દ્વારા જે ગણિત માંડવામાં આવ્યા છે તે ચોંકાવનારા છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત તેમનો પક્ષ દેશમાં ફરી એકવાર પીએમ તરીકે મોદીને નિમણુંક થાય તે માટે એકઝીટ પોલનાં આંકડા બહાર આવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધી માટે આશાતુર છે. અન્યો પક્ષો પણ પોત-પોતાનાં ગણિત માંડી રહ્યાં છે અને અત્યારથી જ તડ-જોડનું ગણિત મંડાઈ રહ્યું છે. એક અહેવાલ અનુસાર જાણીતાં ઈન્વેસ્ટર રાકેશ જુનજુનવાલાએ ગઈકાલે જે ફિગર આપેલ છે તે અનુસાર ર૬૬+૫૬ ફોર એનડીએને બેઠક મળશે તેવી ધારણાં છે જયારે સટ્ટાબજારમાં ભાજપને રપપ અને ર૬૮ બેઠક મળે તેવી ધારણાં રખાઈ છે જયારે કોંગ્રેસને ૭પ થી ૭૮ બેઠકની ગણતરી મુકવામાં આવી રહી છે. આ ઉપરાંત પૈસાની ગણતરી કરી અને ભાવ પણ બોલાઈ રહ્યાં છે જેમાં બીજેપી સિંગલ પાર્ટીની ગર્વમેન્ટ બને તે માટે ૧.પ૦ પૈસાનો ભાવ બોલાઈ છે. એનડીએ બહુમતી માટે ૧ર પૈસા, કોંગ્રેસ સીંગલ પાર્ટી ગર્વમેન્ટ માટે રૂ.૧૦૦નો ભાવ બોલાઈ છે જયારે યુપીએ ગર્વમેન્ટ માટે રૂ.પ૦ અને મહાગઠબંધન માટે રૂ.૮૦ ભાવ બોલાઈ છે જયારે ભારતનાં વડાપ્રધાન કોણ બનશે? તે ઉપર જે સટ્ટો રમાઈ રહ્યો છે તેમાં નરેન્દ્ર મોદીનાં ૧પ પૈસા, રાહુલ ગાંધીનાં રૂ.પ૦, માયાવતીનાં રૂ.૧૦૦ અને મમતા બેનરજીનાં રૂ.૧પ૦ જેવો ભાવ બોલાઈ રહ્યો છે.

Leave A Reply