Saturday, October 19

૧૦૦ ટકા વીવીપેટને મિક્સ કરવાની માંગ અંતે ફગાવાઇ

નવી દિલ્હી,તા. 21
લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ચૂંટણી પરિણામને લઇને બેચેન રાજકીય પક્ષોને આજે મોટો ફટકો પડ્યો હતો. ઇવીએમના મુદ્દા પર વિપક્ષને બેવડો ફટકો પડ્યો હતો. વીવીપેટને ઇવીએમ સાથે ૧૦૦ ટકા મિક્સ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે સુપ્રીમ કોર્ટે અરજી કરનાર લોકોને ફોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આ પ્રકારની માંગને વારંવાર સાંભળી શકાય તેમ નથી. દરમિયાન વિપક્ષ મંગળવારના દિવસે ઇવીએમને લઇને બેઠક કરતા આને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. વિપક્ષી દળોએ સાથે મળીને ઇવીએમને લઇને ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના ચાર મામલામાં વિપક્ષની શંકાને ફંગાવી દીધી છે. સાથે સાથે કહ્યુ છે કે ઇવીએમ બિલુકલસુરક્ષિત છે. તેમાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે. ટેકનોક્રેટ્‌સના એક ગ્રુપ તરફથી આ પ્રકારની માંગ કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે વેરિફિકેશન માટે તમામ ઇવીએમને ઇવીએમ સાથે જાડી દેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે તે મેરિટ મુજબ નથી. દરમિયાન ચૂંટણી પંચે યુપીના ચાર જિલ્લામાં ઇવીએમની સુરક્ષાને લઇને વિપક્ષ તરફથી કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુÂફ્તએ પણ ઇવીએમને લઇને શંકા વ્યકત કરી છે.

Leave A Reply