Saturday, October 19

સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

ન્યુદિલ્હી,તા.૨૧
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે આવેલી તેજી બાદ મંગળવારે પણ ભાવમાં વધારો થયો. સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં તેજી જાવા મળી. દિલ્હી સહિત ચારો મહાનગરોમાં મંગળવારે પેટ્રોલ ૫ પૈસા મોંઘુ થયું. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૧.૧૭ રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. મંગળવારે ડીઝલના ભાવમાં ૯ થી ૧૦ પૈસા પ્રતિ લીટરે વધારો થયો. આ સાથે જ દિલ્હીમાં ડીઝલ ૬૬.૨૦ રૂપિયાના સ્તર જાવા મળ્યો. ગત એક અઠવાડિયાથી પેટ્રોલના ભાવમાં લગભગ ૨ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશઃ ૭૧.૧૭ રૂપિયા, ૭૬.૭૬ રૂપિયા, ૭૩.૨૨ રૂપિયા અને ૭૩.૮૪ રૂપિયાના સ્તર આવી ગયા. બીજી તરફ ડીઝલના ભાવમાં ૯ થી ૧૦ પૈસાની તેજી જાવા મળી. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશઃ ૬૬.૨૦ રૂપિયા, ૬૯.૩૪ રૂપિયા, ૬૭.૯૩ રૂપિયા અને ૬૯.૯૫ના સ્તર પર જાવા મળ્યા.

Leave A Reply