મતગણતરી સ્થળે તમામ અધિકારી/કર્મચારીઓ એ સવારે 6:30  કલાકે હાજર થવું પડશે

ગાંધીનગર
આગામી ૨૩ મી તારીખે હાથ ધરાનારી મત ગણતરી સ્થળે સતત વીડિયો ગ્રાફી કરવામાં આવશે તેમજ એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવશે.  તો બીજી તરફ મતગણતરી પારદર્શક બની રહે તે માટે  નોડલ ઓફિસરોની વિશેષ નિયુક્તિ કરવાની આવી છે. પરિણામે  કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ શકશે નહીં. ડેટા ફીડીગ માટેની કામગીરી માટે પણ ખાસ નોડલ ઓફિસર રહેશે જેમાં વિશેષ ટીમ બનાવવામાં આવશે અને તંત્ર દ્વારા મીડિયાના કવરેજ માટે ખાસ ફરજ પરના નોડલ ઓફિસર વિગતો થી માહિતગાર કરશે .આ ઉપરાંત કોમ્યુનિકેશન માટે પણ ખાસ નોડલ ઓફિસર રહેશે ઉપરાંત વીવીપેટ અને પોસ્ટલ બેલેટ માટે અલગ-અલગ નોડલ ઓફિસર રહેશે સાથે સાથે ઈવીએમ અને વીવીપેટ ના મેનેજમેન્ટ રાખવામાં આવશે જેથી મતગણતરી પૂર્ણ થતા તેને સલામત રીતે સીલ કરવામાં આવશે .એટલું જ નહીં ઈવીએમ અને વિવિપેટને મત ગણતરી બાદ વ્યવસ્થિત રીતે સ્ટ્રોંગરૂમ સુધી લઈ જવા માટેની વ્યવસ્થા નું સંકલન કરવા માટે અલગ-અલગ ઓફિસર ફરજ બજાવશે અને આ માટે ચૂંટણીપંચ દ્વારા ઓફિસરોને ખાસ સૂચનાઓ આપે છે અને તેમની કામગીરી પણ નિશ્ચિત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મતગણતરીના સતત રાઉન્ડ વાર પરિણામ ની ઘોષણા તેમજ મતગણતરી સ્થળ ઉપર મોટા સ્ક્રીન મૂકવામાં આવશે અત્રે નોંધનીય છે કે ચુંટણી પંચે મતગણતરી માટે આ વખતે વિધાનસભા બેઠક વાર કલરકોડ પણ મતગણતરી  માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મત ગણતરી દરમિયાન ઈવીએમ અને પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવા માટે વિશેષ ટેબલ વિધાનસભા બેઠક વાર ઊભા કરવામાં આવશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભાની મતગણતરી દરમિયાન દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 5 ઈવીએમ ના વીવીપેટ ની સ્લીપો નો મેળવણું કરવાનું હોવાથી પાંચ રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે તેમ હાલ મનાઈ રહ્યું છે.  અત્રે નોંધનીય છે કે હાલ ગણતરી કરવા માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે ૨૩મી તારીખે શરૂ થનારી મતગણતરી નો પ્રથમ ટ્રેન્ડ સવારે 8:30  સુધીમાં મળી જશે તેવો અંદાજ છે . પરંતુ પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવાની હોવાથી પરિણામો મોડા પડશે તેવા સંકેતો પણ મળી રહ્યા છે .ચૂંટણીપંચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મતગણતરી ના દિવસે ફરજ પરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ મતગણતરી સેન્ટર ઉપર   સવારના 6;30 વાગ્યા સુધીમાં ફરજ ઉપર હાજર થઇ જવાની સુચનાઓ ચૂંટણી પંચ દ્વારા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Leave A Reply