Monday, December 16

જૂનાગઢમાં સીનીયર સીટીઝન મંડળના સભ્યોને દુબઈનાં પ્રવાસમાં લઈ જવા બહાને રૂ.ર૦,૯૦,૦૦૦ની છેતરપીંડી

જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં સીનીયર સીટીઝન મંડળને પ્રવાસમાં લઈ જવાનો વિશ્વાસ આપી અને સભ્ય દીઠ નાણાં ઉઘરાવી કુલ રૂ.ર૦,૯૦,૦૦૦ની રકમ લઈ પ્રવાસમાં નહીં લઈ જઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગેની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવતાં પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ-૪૦૬, ૪ર૦ અંતર્ગત ગુન્હો દાખલ કરેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં બ્લોક નં.૭૦૯, તક્ષશિલા એપાર્ટમેન્ટ, નહેરૂ પાર્ક સોસાયટીમાં રહેતાં ગોવિંદભાઈ નરસિંહભાઈ મોવલીયા (ઉ.વ.૬ર)એ સુનિલભાઈ તન્ના રહે.ટ્રાવેલ ટાઈમ, નહેરૂ પાર્ક સોસાયટી, ડો.અઘેરાની હોસ્પીટલની સામે, જૂનાગઢવાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે, આ કામના ફરીયાદી તથા સીનીયર સિટીઝન મંડળે દુબઈ પ્રવાસમાં જવાનું નક્કી કરેલું જેથી આ કામના આરોપી સુનીલભાઈ તન્ના સાથે સીટીઝન મંડળનાં સભ્યોને પ્રવાસમાં લઈ જવાનું નક્કી કરતાં આરોપીએ આ સીનીયર સીટીઝન મંડળને પ્રવાસમાં લઈ જવાનો વિશ્વાસ અને ખાત્રી આપી આમ એક સભ્ય પાસેથી રૂ.૬૬,૦૦૦ લેખે ૩૮ સભ્યોના રૂ.રપ,૦૮,૦૦૦ લીધેલ પછી દરેક સભ્યને રૂ.૧૧,૦૦૦ પરત કરેલ અને પ્રવાસમાં નહીં લઈ જઈ આ સીનીયર સીટીઝન મંડળના કુલ રૂ.ર૦,૯૦,૦૦૦ આરોપીએ પરત નહીં કરી અને પ્રવાસમાં નહીં લઈ જઈ ફરીયાદી તથા સીનીયર સીટીઝન મંડળ તથા સભ્યો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો કરેલ છે. આ અંગે ‘બી’ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave A Reply