Monday, December 16

ઐતિહાસીક ઉપરકોટ ખાતે આવેલાં મંદિરોમાં તસ્કરો ત્રાટક્યાં

 

 

 

 

 

 

 

 

 

 

 

જૂનાગઢ શહેરનાં ઐતિહાસીક ઉપરકોટ ખાતે આવેલાં મંદિરોમાં ગત રાત્રીનાં તસ્કરો ત્રાટક્યાં હતા અને ૭ જેટલાં મંદિરોમાંથી દાનપેટી તોડેલ છે. આજે સવારે મંદિરોનાં પુજારી સહિતનાં લોકો ઉપરકોટ ખાતે આવતાં તેમને જાણ થઈ હતી કે મંદિરોમાં ચોરી થઈ છે. અંદાજીત ૬ થી ૭ હજારની રોકડ તથા ર૦ થી રર હજારનાં દાગીનાની ચોરી થયાનું મનાય છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરી અને ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave A Reply