Monday, June 24

આવતીકાલે ધો.૧ર સામાન્ય પ્રવાસનું પરિણામ જાહેર થશે

રાજકોટ તા.૨૪
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૭ માર્ચે યોજાયેલી ધો.૧૨ સામાન્ય પરીક્ષાનું પરિણામ આવતીકાલ તા.૨૫ના શનિવારે સવારે વેબસાઇટ ઉપર જાહેર થશે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચમાં લેવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્લામાં ૧૨,૩૬૪, જામનગર જિલ્લામાં ૯૦,૯૧૧, જૂનાગઢ જિલ્લામાં ૧૯,૨૨૫, રાજકોટ જિલ્લામાં ૩૦,૨૦૬, સુરેન્દ્રનગરમાં ૧૩૮૯૦ મળી કુલ ૫,૩૩,૬૨૬ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. માર્ચ ૨૦૧૯માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.૧૨ સામાન્ય પ્રવાહ – વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃતની પરીક્ષાનું પરિણામ આવતીકાલે તા.૨૫ મેના શનિવારે સવારે ૮ કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply