Monday, June 17

વિસાવદરમાં કૌટુંબિક ઝઘડામાં વૃધ્ધની હત્યા : ૩ આરોપીની ધરપકડ

વિસાવદરનાં કાબરા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાનાં મનદુઃખે હુમલો થતાં દિકરી જમાઈ અને બે દૌહિત્રોએ વૃધ્ધની હત્યા કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સામસામી પોલીસ ફરીયાદ પણ નોંધાવવામાં આવી છે. આ દરમ્યાન ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિસાવદરમાં કાબરા કાંઠે રહેતાં મુકતાબેન દેવજીભાઈ સોલંકી (ઉ.વ.૬પ)એ અશોક ચીનાભાઈ બામરોલીયા, મેહુલ અશોકભાઈ બામરોલીયા, રાહુલ અશોકભાઈ બામરોલીયા તથા કંચન અશોકભાઈ બામરોલીયા (રહે.બધા કાબરા કાંઠે, વિસાવદર)વાળાઓ વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે, આ કામના આરોપીઓએ ફરીયાદીના પતિ દેવજીભાઈએ તા.રપ-પ-૧૯ના રોજ રાત્રીના સમયે તેના જમાઈ આરોપી અશોક ચીનાભાઈ બામરોલીયાની હાજરીમાં એવી વાત કરેલ કે, કેરીના બગીચા બાગ રાખવા બાબતે અમારા ઘરની કોઈ આઘા પાછી કરશો તો તેને માતાજી પુગે જેથી આ બાબતે આ આરોપી અશોક ચીનાભાઈ બામરોલીયા અને મેહુલ અશોકભાઈ બામરોલીયાએ ફરીયાદીના પરિવાર સાથે બોલાચાલી ઝઘડો કરેલ અને તે વાતનો ખાર રાખી તા.ર૬-પ-૧૯ના રોજ આ કામના ફરીયાદીના પતિ દેવજીભાઈને માથામાં બેટ વડે મરણતોલ માર મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવી તથા ફરીયાદીના દિકરા અજય તથા સંજય અને સંજયના દિકરા આશિષને શરીરે માર મારી ગંભીર ઈજાઓ કરી મારી નાખવાની કોષીશ કરી તેમજ ફરીયાદી તથા સાહેદને મુંઢ માર મારી ઈજાઓ કરી બિભત્સ શબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે. આ ફરીયાદનાં આધારે પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦ર, ૩૦૭, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪, જીપીએકટ ૧૩પ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. દરમ્યાન પોલીસે અશોક ચીના, મેહુલ અશોક, રાહુલ અશોકની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. દરમ્યાન સામાપક્ષે પણ ક્રોસ ફરીયાદ નોંધાવેલ છે જે ફરીયાદમાં આપેલ વિગત અનુસાર વિસાવદરમાં કાબરા કાંઠે રહેતા મેહુલભાઈ અશોકભાઈ બામરોલીયા (ઉ.વ.ર૪)એ દેવજી મણીલાલ, સંજય દેવજી, અજય દેવજી તથા ભારતી સંજય (રહે.કાબરા કાંઠે, વિસાવદર)વાળાઓ વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે, આ કામના ફરીયાદી તથા તેમના ઘરના સભ્યો દર વર્ષે કેરીની સીઝનમાં આંબાના બગીચા ભાગમાં રાખતાં હોય જે આ વર્ષે આરોપીઓ સાથે ભાગીદારીમાં સાથે નહીં રાખતાં જે બાબતનું મનદુઃખ રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરી બિભત્સ શબ્દો કહી આરોપી સંજય દેવજી તથા અજય દેવજીએ ફરીયાદીને લોખંડના પાઈપ વડે માથાના પાછળના ભાગે ઈજા કરી સાહેદને ઢીકાપાટુનો માર મારી બિભત્સ શબ્દો કહી ગુન્હો કરેલ છે. આ અંગે વિસાવદર પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ વિસાવદર પોલીસ સ્ટેશનનાં પીઆઈ કે.કે.ઝાલા ચલાવી રહ્યાં છે.

 

Leave A Reply