Tuesday, November 19

જૂનાગઢ સહિત રાજયભરમાં તા.૧૩-૧૪ જુને ગ્રામ્ય વિસ્તારમાં અને ૧પ જુને શહેરી વિસ્તારમાં યોજાશે પ્રવેશોત્સવ

જૂનાગઢ તા.૩૧
ગુજરાત સરકારનાં માધ્યમથી શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આગામી તા.૧૩-૧૪ જુનનાં રોજ ગ્રામ્ય વિસ્તારમાં અને ૧પ જુનનાં રોજ શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે જે અંગેની તૈયારીને ઓપ આપવામાં આવી રહેલ છે.
ભારતનાં વડાપ્રધાન અને ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી તેમજ કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ સહિતનાં કાર્યક્રમો શરૂ કર્યાં હતાં. હાલ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા પણ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે અને બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટેનાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત રાજયનાં શાળાઓની કચેરીનાં નિયામક જે.ડી.દેસાઈ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ડો.એમ.આઈ.જાષી દ્વારા એક પરિપત્ર ગઈકાલે જારી કરવામાં આવેલ છે. જેમાં રાજયનાં તમામ જીલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી અને જીલ્લા શિક્ષણ સમિતી તેમજ જીલ્લા શિક્ષણાધિકારીઓને મોકલવામાં આવેલાં આ પરિપત્ર અંતર્ગત આગામી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ર૦૧૯-ર૦ ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૩-૧૪ જુન અને શહેરી વિસ્તારમાં તા.૧પ જુને યોજવાનો રાજય સરકારે નિર્ણય કરેલ છે અને આ અંગેની સુચના જારી કરવામાં આવતાં જૂનાગઢ સહિત રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

Leave A Reply