Tuesday, September 17

જૂનાગઢ સહિત રાજયમાં જુનનાં અંતિમ અઠવાડિયામાં વરસાદનું થશે આગમન

જૂનાગઢ સહિત રાજયમાં કાળઝાળ ગરમીનો આકરો ડોઝ પડી રહ્યો છે ત્યારે જનજીવન પ્રભાવિત બન્યું છે. ચોમાસાનાં દિવસો નજીકને નજીક આવી રહ્યાં છે પરંતુ આ વર્ષે ચોમાસું મોડું શરૂ થવાની આગાહીઓ થઈ રહી છે. દરમ્યાન જુનનાં અંતિમ અઠવાડિયામાં ચોમાસું બેસી જાય તેવા કેરળ હવામાન તંત્રનાં તેમજ ૬ જુન આસપાસ મુંબઈ ચોમાસું પ્રવેશી શકે છે તેવા નિર્દેશો મળી રહયા છે.
જૂનાગઢ સહિત ગુજરાતનાં રાજયભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને છેલ્લાં બે મહિનાં કરતાં પણ વધારે સમયથી અગનવર્ષા વરસી રહી છે ત્યારે જનજીવન અતિશય ગરમીને કારણે વ્યથિત થયેલું છે. રાત-દિવસ ગરમીથી બચવાનાં ઉપાયોમાં આખા ગુજરાતમાં આ બે માસથી વધારેને વધારે વિજળીનો ઉપયોગ થયો છે. વિજ ગ્રાહકોને ડબલ-ત્રબલ બિલો આ બે માસ દરમ્યાન આવશે. તો બીજી તરફ રાજયનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો છે. ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ, રેડ એલર્ટ વિવિધ શહેરોને જાહેર કરી દેવામાં આવેલ છે અને મોટાભાગનાં શહેરોમાં બપોરનાં સમયે કર્ફયુ જેવી હાલત સર્જાઈ જતી હોય છે. દરમ્યાન જૂનાગઢ અને સોરઠ પંથકમાં આજે વહેલી સવારે આકાશમાં વાદળો છવાયાં હતા અને ભેજનું વાતાવરણ સર્જાયું હતું. જૂનાગઢ શહેરનું આ લખાઈ રહ્યું છે ત્યારે મહત્તમ તાપમાન ર૯.૦૬, મીનીમમ તાપમાન ર૭.૦૬, ભેજ ૮૧ ટકા અને પવન ૧૧ ટકા રહેલ છે. ભેજનું પ્રમાણ વધતાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા રહે છે. જા કે ચોમાસાનાં ભાગરૂપે વરસાદ ન પડયો ગણાય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ચોમાસું સૌપ્રથમ કેરળમાં બેસી જાય ત્યારબાદ મુંબઈ થઈને ગુજરાતમાં ચોમાસું શરૂ થતું હોય છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસું મોડું છે અને ૧ થી ૭ જુન દરમ્યાન કેરળમાં ચોમાસું બેસી જાય અને ત્યારબાદ ૧પ થી ર૦ જુનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તેવા નિર્દેશો મળી રહ્યાં છે અને ૬ જુન સુધી તાપમાનનો પારો ૪૦ ડિગ્રી રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

Leave A Reply