Tuesday, July 23

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે શનેશ્વર જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ તા.૩
જૂનાગઢ શહેરનાં ભુતનાથ મહાદેવ મંદિર ખાતે આવેલાં શનિદેવનાં મંદિરે આજે શનેશ્વર જયંતિની ખુબ જ ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે. શહેરનાં અગ્રણી મિહીર જગતભાઈ મશરૂ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે અને પૂજન, મહાઆરતી સહિતનાં કાર્યક્રમો ભાવભેર ઉજવવામાં આવ્યા હતાં. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શનેશ્વર જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ભાવિકો આજે શનિદેવનાં મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં અને દર્શનનો લાભ લીધો હતો. જૂનાગઢ શહેરમાં આવેલાં ભુતનાથ મહાદેવ મંદિર ખાતે બીરાજમાન શનિદેવનાં મંદિરે પણ આજે સવારે પૂજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ભવનાથ તળેટી ખાતે આવેલાં સરસ્વતી માતાજીનાં મંદિર ખાતે આવેલ શનિદેવનાં મંદિરે પણ સવારથી જ પૂજન-અર્ચન-આરતી-યજ્ઞ સહિતનાં કાર્યક્રમો ભાવભેર યોજવામાં આવી રહ્યાં છે. જયારે સુપ્રસિધ્ધ હાથલાં ખાતે આવેલાં શનિદેવનાં મંદિરે પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા અને દર્શનનો લાભ લીધો હતો.

Leave A Reply