જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરોએ ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી

સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં આજે વહેલી સવારે રમઝાન માસના અંતે આવતી ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ, બરવાળા, વિસાવદર, જૂનાગઢ, જસદણ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, વાંકાનેર, ગોંડલ, જેતપુર, ભાવનગર, શિહોર, પાલીતાણા, સાવરકુંડલા, ચિતલ, બાબરા, વિંછીયા, ધ્રોલ, જામખંભાળીયા, બગસરા, ધારી, ચલાલા, જાફરાબાદ, વેરાવળ, કોડીનાર, શાપુર, તળાજા, ગારીયાધાર, દામનગર, ઉપલેટા, ધોરાજી, કુતીયાણા, ગામોમાં આજે વહેલી સવારે ઇદની ઉજવણી થઇ હતી. દાઉદી વ્હોરા સમાજમાં મીસરી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો હતો. ગત સોમવારે ૩૦ રોઝા પુર્ણ થતાં આજે વહેલી સવારે જૂનાગઢની મસ્જીદોએ ઇદની નમાઝ અદા થઇ હતી. જસદણમાં બુરહાની મસ્જીદમાં કુસૈયભાઇ નૌમાનીના વડપણ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના ગામે ગામમાં વહેલી સવારે મસ્જીદોમાં ફાતેમી દાઅવતના પરંપરાગત વર્ષોમાં એકત્ર થઇ ફજરની નમાઝ પઢી ત્યારબાદ ઇદની બેરકઅત ખાસ નમાઝ પઢી દેશની પ્રગતિ અને ભાઇચારો હજુ વધુ મજબુત બને ખાસ કરીને સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ, ‘સૈફુદીન’ (ત.ઉ.શ.)ના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે દુઆ-પ્રાર્થના ગુર્જાયા બાદ એકમેકને ઇદની મુબારક બાદી પાઠવી હતી. આજે ઇદ અનુસંધાને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર નાસ્તો અને સામુહિક જમણવારોમાં સેવ ખુરમાં વાનગી છવાઇ હતી. આખો રમઝાન માસમાં ધોમધગતાં તાપમાં રોઝા કર્યા તેઓએ ઈબાદત કરવાની શકતી આપતાં અલ્લાહ પાસે આભાર માન્યો હતો. આજે વહેલી સવારે ડો. સૈયદના સાહેબે મુંબઇ ખાતે ઈદની નમાઝ પઢાવી હતી. આમ આજે સવારે વ્હોરા બિરાદરોએ ઇદની ઉજવણી કરી હતી. અને રમઝાન માસની પૂર્ણાહુતિ કરી હતી.

Leave A Reply