Wednesday, January 22

જૂનાગઢ તાલુકાનાં સરગવાડા વિસ્તારમાં એક જ રાતમાં થયેલ પાંચ ચોરી તથા તેલંગણા રાજયની ઘરફોડી ચોરીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ તાલુકાનાં સરગવાડા વિસ્તારમાં આવેલાં પાંચ જેટલાં કારખાનાઓમાં એક જ રાત્રીમાં પાંચ જેટલાં કારખાનાઓમાં ચોરીનો બનાવ બનવા પામેલ હતો. ગત તા.૧૭-પ-ર૦૧૯ દરમ્યાન થયેલ આ ચોરીનાં બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢની એલસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને આ ચોરીનાં બનવામાં સંડોવાયેલાં ત્રણ શખ્સોને રૂ.પ,૧૧,ર૦૭ની રોકડ, સ્કોર્પિયો ગાડી તથા ચોરી કરવા માટેનાં સાધનો સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર ગત તા.૧૭-પ-ર૦૧૯નાં કલાક ર.૩૦ થી પ દરમ્યાન જૂનાગઢ સરગવાડા વિસ્તારમાં આવેલ હિંદ પોલીમર્સ નામનાં કારખાનામાંથી રૂ.૧,૯૦,૦૦૦ તથા શÂક્ત ઈન્ડસ્ટ્રીઝમાં રૂ.૩૦૦૦ તથા ખોડીયાર એન્ટરપ્રાઈઝમાંથી રૂ.રર,૦૦૦ તથા સહજાનંદ પોલીમર્સ કારખાનામાંથી રૂ.૧૭૦૦ મળી કુલ પાંચ કારખાનામાં એક જ રાત્રીનાં ચોરીનો બનાવ બનતા જે અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૮૦, ૪પ૭, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
એક જ રાત્રિનાં એક સાથે પાંચ કારખાનાઓમાં ચોરી થતાં બનાવની ગંભીરતા સમજી જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક એસ.જી.ત્રિવેદી તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા બનાવને હળવાસથી નહીં લેવા અને તાત્કાલીક અસરથી તપાસનાં ચક્રો ગતિમાન કરી આ ચોરીનો ભેદ ઉકેલવા સુચન તથા માર્ગદર્શન આપી ચોરીમાં સંડોવાયેલ તમામ શખ્સોને ઝડપી પાડવા અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવા સુચના આપતાં ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એન.બી.ચૌહાણ તથા સ્ટાફ સાહીલ સમા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, વિપુલસિંહ કિરણસિંહ વગેરે દ્વારા આ કામે બનાવ સ્થળની આજુબાજુનાં વિસ્તારમાં સીસીટીવી ફુટેજ મેળવી તેનું ઝીણવટભરી રીતે અવલોકન કરવામાં આવેલ તેમજ ટેકનીકલ સેલનાં દિવ્યેશભાઈ ડાભી દ્વારા બનાવ સ્થળ તથા આજુબાજુનાં વિસ્તારનાં જરૂરી ડેટા મેળવી તેનું વિશ્લેષણ કરવામાં આવેલ હતું. દરમ્યાન સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ સેલનાં માધ્યમથી આ ચોરીમાં સ્કોર્પિયો ગાડી નં.જીજે ૧ર સીજી ૦૦૮૯ સંડોવાયેલ હોવાનું જાણવા મળતાં તુરંત જ પોલીસનાં ખાસ અંગત બાતમીદારો દ્વારા આ અંગે હકિકત મેળવતા તા.૩-૬-ર૦૧૯નાં રોજ બાતમી મળેલ કે ઉપરોકત કાર જૂનાગઢ ભેંસાણ રોડ ઉપર અવરજવર કરતી હોય જે બાતમીનાં આધારે તપાસ કરતાં જૂનાગઢ તાલુકાનાં બલીયાવાડ ગામ નજીક કાર મળી આવતાં તેને રોકાવા જતાં કારચાલકે કાર ભગાવેલ જેથી તેનો પીછો કરી કારને પકડી પાડેલ અને તેમાંથી ત્રણ શખ્સો કાર સાથે મળી આવેલ છે.
પકડાયેલાં શખ્સોમાં જકરીયા રમજાન સમા ( ઉ.વ.ર૮, રહે.નના ડીનારા તા.ભુજ), રશીદ જુસબ તૈયબ (નાનાબાંધા જહીરવાસ વાંઢ તાબે.ખાવડા), સનાઉલા સીદીક મુંગર સમા (ઉ.વ.ર૮, રહે.ધ્રોબાણા, તાબે.ખાવડા, તા.ભુજ)ની પુછપરછ કરતાં ચોરીઓની કબુલાત કરવામાં આવી હતી. જેમાં ગયા માર્ચ મહીનામાં રશીદ સમા, મુલક સમા, જકરીયા સમા, મામલ સમા તથા બીલાલ સમા એમ પાંચેય જણા રશીદની અલ્ટો લઈને જૂનાગઢ જીલ્લાનાં કેશોદ આવેલ અને કેશોદથી આગળ કારખાના આવેલ છે ત્યાં ત્રણ કારખાનામાં ચોરી કરેલ હતી તેમજ ગત તા.૧૭-પ-ર૦૧૯નાં રોજ રશીદ સમા, મુલક સમા, જકરીયા સમા, મામદ સમા, બીલાલ સમા, સનાઉલા સમા એમ પાંચેય જણા મુલકની સ્કોર્પિયો ગાડી રજી નં.જીજે ૧ર સીજી ૦૦૮૯ની જૂનાગઢ બાયપાસ નજીક આવેલ જીઆઈડીસીમાં ચોરી કરવા ગયેલ જેમાં પાંચ કારખાનામાં ચોરી કરેલ હતી અને ગત તા.ર૧-પ-ર૦૧૯નાં રોજ રશીદ સમા, મુલક સમા, જકરીયા સમા, બીલાલ સમા તથા કાસમ સમા કે જે મલુકનો ભાઈ છે એમ પાંચ જણા મલુકની ઉપરોકત સ્કોર્પિયો ગાડી લઈને તેલંગણા રાજયનાં કરીમનગર નજીક એક પેટ્રોલપંપમાં ચોરી કરેલ હતી તથા ગત તા.૧૭-પ-ર૦૧૯ તથા ૧૮-પ-ર૦૧૯નાં રોજ રશીદ સમા, મલુક સમા, જકરીયા સમા, મામદ સમા, બીલાલ સમા તથા સનાઉલા સમા એમ પાંચેય જણા મલુકની સ્કોર્પિયો ગાડી લઈ બાબરા તરફ ગયેલ અને બાબરા નજીક એક ભંગારવાડામાં રૂ.૮૦ હજારની ચોરી કરેલ અને લગભગ છ સાત મહીના પહેલા રસીદ સમા, મુલક સમા, અયુબ સમા એમ ત્રણેય જણા અયુબની અલ્ટો ગાડી લઈને ગાંધીધામ ગયેલ અને ગાંધીધામથી ભચાઉ રોડ ઉપર આશરે બે કિલોમીટરનાં અંતરે રોડ ઉપર ટ્રક પડેલ હતા. તેની ટાંકીમાંથી આશરે ૧૦૦ લીટર જેટલા ડીઝલની ચોરી કરેલ જે ચોરી કરી અને વેંચેલ હતું. દરમ્યાન ઉપરોકત ચોરી કરેલ તેનાં લગભગ પંદરેક દિવસ પછી રશીદ સમા, અયુબ સમા, મલુક સમા ત્રણેય જણા મલુકની અલ્ટો કાર લઈને ગાંધીધામથી ભચાઉ તરફ જતાં રસ્તા ઉપરથી ટ્રકમાંથી ૧૪૦ લીટર ડિઝલની ચોરી કરેલ છે આ ઉપરાંત ગયા ફ્રેબુઆરી માસમાં ગાંધીધામ વિસ્તારમાંથી રસ્તા ઉપર રહેલ ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. તેમજ અન્ય શહેરોમાં ચોરીનાં નિષ્ફળ પ્રયાસો પણ આ શખ્સોએ કર્યાં છે તેમની પાસેથી કેશોદ અને જૂનાગઢમાંથી ચોરી કરેલ રોકડ રૂ.પ,૧૧,ર૦૭, સ્કોર્પિયો ગાડી નં.જીજે ૧૧ સીજી ૦૦૮૯ રૂ.પાંચ લાખની તથા ચોરી કરવાનાં સાધનો વગેરે ઝડપી લેવામાં આવેલ હતાં. ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેકટર આર.કે.ગોહીલ, પોલીસ સબ ઈન્સ્પેકટર એન.બી.ચૌહાણ, એએસઆઈ એસ.એચ.ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.સોનારા, વી.એન.બડવા, એચ.વી.પરમાર, પોલીસ કોન્સ્ટેબલ સાહીલ સમા, પ્રવિણભાઈ બાબરીયા, ડાયાભાઈ કરમટા, જીતેષભાઈ મારૂં, યશપાલસિંહ જાડેજા, ધર્મેશભાઈ વાઢેળ, દિવ્યેશભાઈ ડાભી, ઈન્દ્રજીતસિંહ ઝાલા, વિપુલસિંહ રાઠોડ, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ ભાટુ, કાનાભાઈ ડાંગર, માનસીંગભાઈ બારડ વગેરેએ સાથે રહી આ કામગીરી કરેલ હતી.

Leave A Reply