Tuesday, July 23

જૂનાગઢમાં અગાઉ થયેલ અણબનાવનો ખાર રાખી રૂ.પ લાખની ખંડણી માંગી ધમકી આપ્યાની ફરીયાદ

જૂનાગઢમાં છ માસ પહેલા બનેલા બનાવનો ખાર રાખી અને રૂ.પ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાયેલ છે જેમાં પાંચ શખ્સો સામે ગુન્હો દાખલ કરી પોલીસ વધુ તપાસ ચલાવી રહેલ છે.
આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં ગાંધીગ્રામ, કોન્વેન્ટ સ્કુલની સામે, સમીર એપાર્ટમેન્ટ, બ્લોક નં.૪માં રહેતાં પુનીતભાઈ હસમુખભાઈ કાનાબાર (ઉ.વ.ર૪)એ નગા સરમણ, અર્જુન રબારી, બાલા કિસા રબારી, કરશન રૂડા શામળા તથા રાજુ ઉર્ફે કાલી વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે, આ કામના ફરીયાદી સાથે અગાઉ આજથી છ મહિના પહેલા આરોપી નગા સરમણ રાડા રબારીને ખોટી રીતે ધમકાવી ફરીયાદી સાથે અણબનાવ બનેલ તેનો જુનો ખાર રાખી તા.૩-૬-૧૯ના રોજ આ કામના આરોપીઓ એક સંપ થઈ આગળથી કાવતરૂં રચી ફરીયાદીને બોલાવી માર મારી ઝઘડો કરી રૂ.પ લાખની ખંડણી માંગી આરોપી નં.૧ નગા સરમણ રાડા રબારીએ પ્લાસ્ટીકના પાઈપ વડે, આરોપી નં.ર અર્જુન રબારીએ લાકડી વડે તથા આરોપી નં.૩ બાલા કિસા રબારીએ વાયર વડે આખા શરીરે મુંઢ માર મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહી કાઢી બિભત્સ શબ્દો કહી રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે. આ અંગે ‘સી’ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ કરેલ છે.

Leave A Reply