Monday, June 17

મુખ્યમંત્રી ના હસ્તે અમદાવાદમાં ચાયના-ઇન્ડીયા-ગુજરાત ઇકોનોમીક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ પ્રારંભ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત અને ચીન બેય રાષ્ટ્રો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતના રાજ્યોમાં સૌથી તેજ ગતિએ વિકાસ સાધી રહેલા ગુજરાતનો અન્ય રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધોમાં અગ્રણી રોલ રહ્યો છે.
મુખ્યમંત્રી એ અમદાવાદમાં ચાયના ઇન્ડીયા-ગુજરાત ઇકોનોમીક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર૦૧૯નો પ્રારંભ કરાવ્યો હતો.
ચાયનાના ગ્વાન્ગડોંગના પ્રોવિન્સની ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ફીક્કીની ગુજરાત શાખા તેમજ ઇન્ડેક્ષ્ટ-બી સહ આયોજિત આ કોન્ફરન્સમાં ચાયનાના અગ્રણી ઊદ્યોગ સંચાલકો, ગ્વાન્ગડોંગના પ્રોવિન્સના રાજદ્વારી અગ્રણીઓ ભાગ લઇ રહ્યા છે. ભારત-ચાયના સંબંધોની અને તેમાંય ગુજરાતની વિશેષ ભૂમિકાની છણાવટ કરતાં કહ્યું કે, વિશ્વની કુલ વસ્તીના એક તૃતીયાંશ લોકો આ બે દેશોમાં વસ્યા છે. બેય રાષ્ટ્રો પાસે યુવાશકિતની તાકાત અંતર નિહિત છે ત્યારે સાતત્યપૂર્ણ અને સર્વ સમાવેશ વિકાસ પથ પર આગળ વધવાની દિશા સુનિશ્ચિત કરવી જરૂરી છે. ચીનના રાષ્ટ્રપતિશ્રી ર૦૧૪માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિમંત્રણથી ગુજરાતના મહેમાન બન્યા અને પરસ્પર સહભાગીતાના એક નવા યુગની શરૂઆત થઇ.
ગુજરાત અને ગુઆન્ગડોંગ વચ્ચે સિસ્ટર સ્ટેટ તેમજ અમદાવાદ ગ્વાન્ગડોંગ વચ્ચે સિસ્ટર સિટીના સંબંધો વિકસાવવાના કરાર થયા હતા તેની ભૂમિકા પણ વિજયભાઇ રૂપાણીએ આપી હતી. ગુજરાતમાં બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, ભાવિ ઉજ્જવળ યોજનાઓ, ૪૮ પોર્ટ અને ૧૭ એરપોર્ટના શ્રેષ્ઠ માળખા સાથે વિશ્વના મહત્વના શહેરો અને વાણિજ્ય કેન્દ્રો સાથે જોડાણની સહુલિયત વિશ્વ વેપારનું કેન્દ્ર બની છે.
વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતા તેમજ ૧૯ જેટલા જીઈઢ, ૮ જીંઇ અને ર૦૦ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને પરિણામે ગુજરાત હવે ઓટો હબ-મેન્યુફેકચરીંગ હબ બની ગયું છે તેની પણ વિશદ છણાવટ વિજયભાઇ રૂપાણીએ કરી હતી. ર૦૧૬ અને ર૦૧૮માં વાયબ્રન્ટ સમિટ પૂર્વે ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ચીનની મૂલાકાત અને ચીનના પ્રતિનિધિમંડળે પણ ગુજરાતની મૂલાકાત લીધી તેનો ઉલ્લેખ કરી આ મૂલાકાતથી દ્વિપક્ષી સંબંધોનો સેતુ સુદ્રઢ બન્યો છે ગુજરાતનો ય્ડ્ઢઁમાં ૮ ટકા, નિકાસમાં રર ટકા ફાળો છે. એટલું જ નહિ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ગુજરાત વિશ્વમાં ચોથા ક્રમે છે. મેમ્બર ઓફ ધ પોલીટીકલ બ્યુરો ઓફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટિ, પાર્ટી સેક્રેટરી ઓફ ગુઆંગડોંગ સીપીસી કમિટિના યુતલી એ જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ વ્યાપાર-વાણિજ્યિક સંબંધો વર્ષોથી રહ્યા છે. ગુઆંગડોંગ પ્રાંત અને ગુજરાત વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સફળતાપૂર્વક કાર્યાન્વિત થયા છે. અમે ગુજરાત સાથે વધુને વધુ વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે આતુર છીએ. બન્ને વચ્ચેના આ સંબંધો નવી ક્ષિતિજો મેળવે તે માટેની આકાંક્ષા તેમણે વ્યક્ત કરી હતી. મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, શ્રીમતી ડી. થારા, જયપ્રકાશ શિવહરે, રાજકુમાર બેનિવાલ, ચીનના પ્રતિનિધિમંડળના ઝેંગ યાંક્ષીંગ, ગુઆ એજોઉ, ચીનના ભારત ખાતેના રાજદૂત યુત લી બીજીયન, ચેન રુગની સહિત ભારત-ચીનના વેપારી મહામંડળના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply