જૂનાગઢ જિલ્લામાં એનડીઆરએફની ૩ અને એસઆરડીએફની એક સહિત ૪ ટીમો તૈનાત

જૂનાગઢ તા.૧૨
વાવાઝોડાની સંભવિત આફત સામે જૂનાગઢ જીલ્લાના તંત્રએ એલર્ટ થઇને આ સંભવિત પરિસ્થિતિને નિવારી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આગમચેતીના પગલા લીધા છે.
જૂનાગઢ જિલ્લાના માળિયા અને માંગરોળ વિસ્તારમાં કુલ-૪૬૫ વ્યક્તિઓનું આજે સવારે સાત વાગ્યા સુધીમાં સ્થાનાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી સમગ્ર સ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને જિલ્લાના તમામ કંટ્રોલરૂમ
રાઉન્ડ ધ કલોક ચાલુ છે. જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે માટે કામગીરી અંગેની બેઠક પણ યોજવામાં આવી છે.
પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા પણ જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી સમગ્ર પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ અને એસડીઆરએફની એક ટીમ બોલાવવામાં આવી છે આ ટીમ માંગરોળ ખાતે તૈનાત રહેશે અને એક ટીમને જરૂર પડે તે માટે રીઝર્વ રખાશે.

Leave A Reply