સહકારથી સંઘર્ષ નો સમય પસાર કરીએ : વિજય રૂપાણી

સૌરાષ્ટ્રમાં  વાયુ વાવાઝોડા  ની સંભાવનાના પગલે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રભાવિત જિલ્લાઓના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરેલી સમીક્ષા બાદ  પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે  આ વાવાઝોડું  વહેલી સવારથી ત્રાટકશે અને તેની વ્યાપક અસર રહેશે તેમ જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી અંગે સ્પષ્ટતા કરતાં  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું .કે બુધવારે સવારથી જ  આ વાવાઝોડાની તીવ્રતા 150 કી.મી ની થઈ ગઈ છે. જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે  જો કે રાજ્ય સરકારે  અગાઉથી નિશ્ચિત અસર થઇ શકે તેવા સૌરાષ્ટ્રના 10 જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી તમામ વર્તમાન સ્થિતિ અને આગોતરા આયોજન અને વ્યવસ્થાની ચર્ચા કરવી હોવાની સ્પષ્ટતા કરી હતી.  અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા  પરફેક્ટ આયોજન કરવામાં આવ્યું છે  .જોકે  પવન ની ઝડપ  સામે નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની ની  ઝડપ નો આ જંગ છે ત્યારે ઝડપથી તમામ નાગરિકો સલામત સ્થળે ખસેડી લેવાય તે એકમાત્ર ઉત્તમ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું .આ તબક્કે તેમણે સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે સલામત સ્થળે ખસેડવા નો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે નાગરિકો તંત્રને સંપૂર્ણ સહકાર આપે કારણકે મધરાતે જ્યારે વાવાઝોડું ત્રાટકશે ત્યારે વીજ વ્યવહાર પણ નિયમ અનુસાર બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.  અને સૌરાષ્ટ્રના પ્રભાવિત 10જિલ્લાના નાગરિકોએ આ મુદ્દાને ગંભીરતા ઘણી તંત્ર અને સંપૂર્ણ સહકાર આપે તેવી નમ્ર ભરી અપીલ કરી હતી.વાવાઝોડા સમયે કોઈ જાનહાની થાય નહીં તે હેતુથી ભયગ્રસ્ત મકાનો અને નીચાણવાળા દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક શિફ્ટ કરવાના કડક આદેશો તમામ કલેકટરોને આપી દીધા છે . કારણ કે વાયુ વાવાઝોડાના કારણે દરિયાના મોજા ઉછળતા છે પરિણામે ભારે વરસાદના કારણે કાંઠા વિસ્તારના ગામડાઓમાં પાણી ભરાઈ જશે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. અને એટલે જ તમામ ગામડાઓ એ ફરજિયાત ખસી જવા માટે અપીલ કરી હતી. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ એ સેવા આપવાની તૈયારી બતાવી છે. ત્યારે પ્રભાવિત વિસ્તારના નાગરિકો માત્ર એક રાત એટલે કે ચોવીસ કલાક પૂરતા સલામત સ્થળે ખસી જાય તેમ દર્દ ભરી અપીલ કરી હતી. સાથે સાથે પોતાના પશુધનને પણ ઊંચા સ્થળે ખુલ્લા છોડી રાખવા માટે પણ જણાવ્યું હતું .અને શક્ય બને ત્યાં સુધી ઢોરઢાંખર ને પણ સલામત સ્થળે ખસેડવા અપીલ કરી હતી. આ તબક્કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે અંદાજીત 1 લાખ 20 હજાર જેટલા લોકોનું સ્થળાંતર સરકારના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે .અને બુધવાર બપોર સુધીમાં મોટી સંખ્યામાં લોકો સલામત સ્થળે ખસી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રમાં બેઠેલી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાત ઉપર આવી રહેલા વાવાઝોડાથી  ચિંતિત છે  અને રાજ્ય સરકાર સાથે સતત સંકલન માં છે ત્યારે સહકારથી સંઘર્ષ નો સમય પસાર કરીએ તેવી જાહેર જનતાને અપીલ કરી હતી આ તબક્કે મહેસુલ સચિવ પંકજકુમાર એ જણાવ્યું હતું કે હાલ એનડીઆરએફની 47 ટીમ કાર્યરત બની છે જે પૈકી કેટલીક એનડીઆરએફની ટીમો વાયુસેના મારફતે બપોર સુધીમાં  કાર્યરત બની જશે તેમ જણાવ્યું હતું .આ તબક્કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્પષ્ટતા કરી હતી કે હાલ  ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ગઈકાલ સાંજ સુધી થયું નથી તેમ જણાવ્યું હતું.

Leave A Reply