નાગરિકોની સલામતી ખાતર હું કોઈ રિસ્ક લેવા માંગતો નથી વિજયભાઈ રૂપાણી

વાવાઝોડાની અને તંત્રની સ્પીડ વચ્ચેની આ લડાઈ છે  : મુખ્યમંત્રી
તમામ કલેકટરોને આદેશ.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની સ્પીડ વધવાના આશંકાના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્ર સહિત કચ્છ વિસ્તારના જિલ્લા કલેક્ટરો અને ફિલ્ડ ઓફિસરો સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થળાંતર માટે તંત્ર ઝડપ કરે તેવો આદેશ કર્યો હતો.વાવાઝોડાની ઝડપ અને તંત્રની ઝડપ વચ્ચે આ લડાઈ છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા સ્થળાંતરની કાર્યવાહી ખૂબ જ ઝડપથી કરવા અને જીરો ટોલરન્સ નીતિ અપનાવવા ના આદેશ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને આપ્યા હતા.પોરબંદર કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હું કોઈ પણ પ્રકાર નું રિસ્ક લેવા માગતો નથી પોરબંદરના અંદર તેમજ બહારના તમામ વિસ્તારો આ ઉપરાંત નદી નાળા તળાવ અને કાચા મકાનો માં રહેતા લોકો નું ફરજિયાત ઝડપથી લોકોને સલામત સ્થળે ખસેડવા આદેશ કર્યો હતો.તો બીજી તરફ એનડીઆરએફની 3 ટીમો ના  70થી વધુ કર્મચારીઓ સવારે  પોરબંદર પહોંચી સ્થળાંતર ની કામગીરી શરૂ કરી દીધી હોવાનું પોરબંદર કલેક્ટરે સ્વીકાર કર્યો હતો  જ્યારે પોરબંદર સહિત માધુપુરા ,વેરાવળ રાણાવાવ અને કુતિયાણા સહિતના દરિયાઇ પટ્ટા માં ખૂબ ઝડપથી સ્થળાંતર ની કામગીરી થઈ રહી હોવાનો સ્વીકાર કર્યો હતો .આ તબક્કે શિફ્ટ કરેલા નાગરિકોની સુવિધા માટે સ્થાનિક સંસ્થાઓને જોડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વેચ્છિક સંસ્થાઓ ને સાથે રાખીને સ્થળાંતર કરેલા લોકો માટે રહેવા જમવા તેમજ આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સંસ્થાઓને કામે લગાડવા સૂચના આપી હતી . અને જિલ્લા વહીવટી તંત્રના તમામ સ્ટાફની  રજાઓ રદ કરવા અને કોઈપણ પ્રકારની ગેપ રહે નહીં  તેવી કડક તાકીદ તમામ કલેક્ટરો ને વિજયભાઈ રૂપાણી એ કરી હતી.તો બીજી તરફ દરિયા પટ્ટી માં લંગારેલા જહાજો, ક્રુઝ અને કાર્ગો ને સલામત સ્થળે ખસેડવા આદેશ કર્યો હતો .જેના અનુસંધાનમાં કલેક્ટરો એ કરેલી કાર્યવાહી નો ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો .વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલતી ચર્ચા દરમિયાન મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે તમામ  કલેકટરો ને  શિફ્ટિંગ ની કામગીરી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા અને તે માટે  તંત્ર ઝડપ રાખે એવી કડક સૂચના આપી હતી. આ તબક્કે મુખ્યમંત્રીએ પણ તંત્રની અપીલ કરતા જણાવ્યું હતું કે વાવાઝોડાની અને તંત્રની સ્પીડ વચ્ચે ની આ લડાઈમાં આપણું તંત્ર સજ્જ બનીને ખુબ જ ઝડપથી કામગીરી પૂર્ણ કરે તેવી આશા વ્યક્ત કરી હતી અત્રે નોંધનીય છે કે પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, કચ્છ ગીરસોમનાથ, બોટાદ, જુનાગઢ અને મોરબી જિલ્લા કલેક્ટરોએ કરેલી કામગીરીનું રિપોર્ટિંગ મુખ્યમંત્રી સમક્ષ કર્યું હતું તો બીજી તરફ બુધવારે બપોરના 12 કલાક સુધીમાં  પ્રભાવિત 10 જિલ્લાના 20 હજારથી વધુ લોકોનું તકેદારીના ભાગરૂપે સ્થળાંતર કર્યું હોવાના અહેવાલ છે.

Leave A Reply