Saturday, October 19

સૌરાષ્ટ્ર-કચ્છની રદ્દ કરાઈ, વિમાની સેવા બંધ, ૧૦૦ એસટી બસના પૈડાં થંભ્યા

 

 

 

 

 

 

 

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર ‘વાયુ’ વાવાઝોડું હજુ તો આવ્યું નથી ત્યાં તેનો કહેર જાવા મળી રહ્યો છે. વાયુની ભયાનકતાને જાઇ તંત્ર દ્વારા હવાઇ, રેલવે અને રસ્તા માર્ગને લઇ અસર પહોંચી છે. આથી સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્ર-કચ્છ જતી ફલાઇટોને રદ્દ કરાઇ છે. જ્યારેસૌરાષ્ટ્ર તરફની ૧૦૦થી વધુ એસટી બસ સેવા બંધ કરાઇ છે. તો બીજીબાજુ ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને આજમાટે કેન્સલ કરી દેવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ટ્રેનોને પણ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોના સ્થળાંતર માટે અને રાહતસામગ્રી અને જરૂરી મશીનરી પહોંચાડવા માટે પણ ખાસ ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ૬થી ૧૦ કોચ ધરાવતી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને એક સલામત સ્થાન પર રાખવામાં આવશે. જે તાત્કાલિક સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
વાવાઝોડાની તીવ્રતાને જાઇને સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૯ જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. સલામતીની સાવચેતી પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભુજ અને ગાંધીધામ તરફની તમામ પેસેન્જર અને મેઈલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરાઇ છે.
કેન્સલ કરવામાં આવેલી ટ્રેનોની યાદી આ પ્રમાણે છે
૫૨૯૩૩ વેરાવળ-અમરેલી
૫૨૯૪૯ વેરાવળ-દેલવાડા
૫૨૯૩૦ અમરેલી-વેરાવળ
૫૨૯૫૧ દેલવાડા-જૂનાગઢ
૫૨૯૫૬ જૂનાગઢ- દેલવાડા
૫૨૯૫૫ અમરેલી-જૂનાગઢ
૫૨૯૫૨ જૂનાગઢ-દેલવાડા
૫૨૯૪૬ અમરેલી-વેરાવળ
૫૨૯૨૯ વેરાવળ-અમરેલી
૫૨૯૫૦ દેલવાડા-વેરાવળ

Leave A Reply