Tuesday, July 23

સમગ્ર દેશમાં ડાક્ટરો હડતાળ પર ઊતર્યાઃ બંગાળમાં ૧૫૦ ડાક્ટરોએ રાજીનામા આપ્યા

પંજાબ, કેરળ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશમાં પણ ડોક્ટર્સે કામ કરવાનો ઈનકાર કર્યો

ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ,ડાક્ટરો વિરુદ્ધ થતી હિંસા માટે કડક કાયદાની માંગ કરવામાં આવી
– ૧૭ જૂને આખા ભારતના ડોક્ટરો હડતાળ પર, માત્ર ઈમરજન્સી સુવિધા જ ચાલુ રહેશે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૪
પશ્ચિમ બંગાળથી શરૂ થયેલી જૂનિયર ડાકટરોની હડતાલનો રેલો હવે  દિલ્હી અને હૈદરાબાદ જેવા રાજ્યોમાં પણ પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળના ડાકટરોની હડતાલના સમર્થનમાં એઇમ્સે અખિલ ભારતીય વિરોધ દિવસની જાહેરાત કરી છે. દિલ્હી મેડિકલ એસોસિએશન સિવાય પટણા અને રાયપુર એઇમ્સના ડાકટરો પણ હડતાલનું સમર્થન કરી રહ્યા છે. અત્યાર સુધી દાર્જિલિંગમાં ૨૭, ઉત્તર ૨૪ પરગણામાં ૧૮ અને દ્ગઇજી કાલેજમાં ૧૦૦થી વધારે ડાક્ટરોએ રાજીનામું આપ્યું છે. તો કોલકાતામાં ૮૦થી વધારે ડાક્ટરોએ રાજીનામાંની ધમકી આપી છે.
ડાકટરોએ સવારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી દીધી હતી જેને લીધે દૂરથી આવેલા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડોક્ટરોની હડતાળના કારણે પશ્ચિમ બંગાળમાં અનેક સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજાની હોસ્પિટલોમાં ત્રીજા દિવસે પણ તાત્કાલિક સારવાર, ઓપીડી સેવાઓ, પેથોલોજિકલ એકમો બંધ રહ્યા હતા. સાથે જ ખાનગી હોસ્પિટલોએ પણ તેમના સમર્થનમાં તબીબી સેવાઓ બંધ રાખી હતી. ડોક્ટરો કોલકાતામાં એનઆરએસ મેડિકલ કોલેજ અનેહોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પછી ભીડ દ્વારા પોતાના સાથી કર્મચારીઓ પર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરી રહ્યા છે.
બંગાળ સહિત દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદ જેવા રાજ્યોના ડાક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. દિલ્હી

મેડિકલ એસોસિએશન(ડીએમએ)ના અધ્યક્ષ ડા. ગિરિશ ત્યાગીએ જણાવ્યું હતું કે, માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. રાજ્યમાં ૧૮ હજારથી વધુ ડાકટરો ડીએમએથી જાડાયેલા છે. ડાકટરો વિરુદ્ધ થઇ રહેલી હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી માટે એક કાયદાની જરૂર છે, જેમાં ડાકટરો પર થતી હિંસા માટે કડક સજાની જાગવાઇ કરવામાં આવે.
કોલકાતાના એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બે જૂનિયર ડાક્ટર્સ પર હુમલો થવા અને તેમના ગંભીર રીતે ઘાયલ થયા બાદ પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડાક્ટર્સ મંગળવારથી હડતાળ પર છે. ડાક્ટર્સનો આરોપ છે કે રાજ્ય સરકાર તેમનો સાથ આપવાને બદલે તેમને ધમકાવવાનું કામ કરી રહી છે. ભારતીયમેડિકલ એસોશિએશને શુક્રવારે જાહેરાત કરી કે ૧૭ જૂનના રોજ આખા દેશનાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જશે. એ સાથે કહેવામાં આવ્યું કે માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે., હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકતામાં મેડિલકના વિદ્યાર્થીઓ ખુબ ડરેલા છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે રહે. અમે ઈચ્છીએ છીએ કે કોલકતામાં જે હિંસા થઈ એનાં આરોપીઓને મોટી સજા કરવામા આવે. દવાખાનામાં હિંસા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
૧૭ જુને આખા દેશમાં ડોક્ટરો હડતાળ પર રહેશે અને માત્ર ઈમરજન્સી સુવિધાઓ જ ચાલુ રહેશે. ડોક્ટરોની હડતાળ શનિવારે પણ ચાલુ જ રહેશે.

 

Leave A Reply