Saturday, September 21

દામોદર કુંડ ખાતે બનાવાયેલા ફીલ્ટર પ્લાન્ટનું ધોવાણ થાય તે પહેલા પગલા લેવા જરૂરી

જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ દામોદર કુંડ કે જયાં ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. આ દામોદર કુંડમાં દુષિત પાણીને કારણે ધાર્મિક લાગણી દુભાતી હોય જેને લઈને અઢળક ખર્ચ કરી અને આ દામોદરકુંડમાં આવતાં દુષિત પાણીનાં શુદ્ધિકરણ માટે ફીલ્ટર પ્લાન્ટ ફીટ કરવામાં આવેલ છે. અને તેમાં ફીલ્ટર પ્લાન્ટની વિશાળ ટાંકીઓ મુકવામાં આવી છે. પાણીનું શુદ્ધિકરણ થયા બાદ આ ફીલ્ટર પ્લાન્ટ મારફત દામોદર કુંડમાં ઠાલવવામાં આવે છે. હાલ વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી જેવા માહોલ વચ્ચે પણ આ ફીલ્ટર પ્લાન્ટની ટાંકીઓ એમને એમ જોવા મળે છે. તેને તકેદારીનાં ભાગરૂપે રક્ષણાત્મક રીતે રાખવી જોઈએ નહીતર ભારે વરસાદ કે પુરમાં તણાઈ જવાનો ભય પણ રહેલો છે. તો બીજી તરફ આવા ફીલ્ટર પ્લાન્ટો માટે કરેલો લાખોનો ખર્ચ એળે જવાની શકયતા પણ સર્જાય રહી છે. આ સંબંધીત મનપા તંત્ર દ્વારા તાત્કાલીક તકેદારીનાં પગલા લેવા માંગણી ઉઠી છે. જો કે લોકો જાણે જ છે કે આ પ્લાન્ટ બન્યા પછી તેનું મટીરીયલ્સ કયાં પહોંચી જાય છે? દામોદર કુંડ ઓવરહેડ ફીલ્ટર પ્લાન્ટ ફીટ કરવાને બે બદલે વિચિત્ર ફીલ્ટર પ્લાન્ટ ફીટ કરાયો છે, તેનું મેન્ટેન્શ પણ કરાતું નથી. દામોદર કુંડને ન્યાય અપાવનારા ચુપ કેમ છે? તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે.

Leave A Reply