Tuesday, July 23

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઝરમરીયો વરસાદ

જૂનાગઢ તા.૧૮
વાયુ વાવાઝોડાની ઘાત દુર થયા બાદ છેલ્લાં બે દિવસ સારો એવો વરસાદ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી ગયો હતો. તેમજ આ વરસાદ બાદ રવિવારે અને સોમવારે વરાપ આપી હતી અને ગઈકાલે સાંજથી ફરી વાતાવરણમાં વરસાદનું જોર શરૂ થયું હતું અને ઝરમરીયો વરસાદ સોરઠ પંથકમાં પડ્યો છે. આજે પણ સવારે કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લાં ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકામાં ૧ર મીમી, જૂનાગઢમાં ૯ મીમી, કેશોદમાં ૧૧ મીમી, માળીયા ૧૩ મીમી, માણાવદર ૭ મીમી, મેંદરડા ૧ર મીમી, વંથલી ૧૪ મીમી અને વિસાવદર પ મીમી જેવો વરસાદ નોંધાયો છે જયારે ૬ થી ૧૦ દરમ્યાન ભેંસાણમાં ૪ મીમી, જૂનાગઢ ર મીમી, માણાવદર ૭ મીમી, માંગરોળ ૭ મીમી, મેંદરડા ૪ મીમી, વંથલી ૧ર મીમી અને વિસાવદર પ મીમી જેવો વરસાદ નોંધાયો છે.

Leave A Reply