Saturday, September 21

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વરસાદનાં પગલે નદીઓમાં પુર

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને સરેરાશ ૧ થી ૪ ઈંચ જેવા વરસાદનાં પગલે અનેક વિસ્તારોમાં નદીઓમાં પુર આવ્યાં છે તેમજ ર૩ તાલુકાઓમાં સવાથી અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ સહિત સોરઠ-સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં પણ સતત સાર્વત્રિક વરસાદ થયો છે અનેક વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉનામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. બીજી બાજુ કચ્છ ઉપર લો પ્રેશરની સ્થિતિ સર્જાયેલી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન ઉપર આ સ્થિતિ કેન્દ્રિત થઇ છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના ૨૩ તાલુકાઓમાં સવા ઈંચથી અડધા ઇંચ સુધી વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. તળાળામાં એક ઇંચથી વધુ વરસાદ પડયો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. મેઘરાજા મહેરબાન થતાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ પંથકમાં ચાર ઇંચથી વધુ ભારે વરસાદનાં કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે અને તળાવો તેમજ ચેકડેમોમાં પાણીની આવક વધી છે. વરસાદી મહેરને લઇ રાજયના ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩ તાલુકાઓમાં સવાથી અડધો ઇંચ જ્યારે ૮૭ તાલુકાઓમાં ૧૧થી ૧મી.મી સુધીનો વરસાદ નોંધાયો હતો. રાજયમાં ૧૧૮થી વધુ તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતા સાર્વિત્રક વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જ અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ હતી તેમજ આજે કેટલાંક વિસ્તારોમાં વરાપ જેવું વાતાવરણ પણ રહ્યું હતું જેને લઈને ખેડુતોએ ખેતીની કામગીરી પુરજાશથી હાથ ધરી છે.

Leave A Reply